Ahmedabad News/ ગુલાબ ટાવર નજીક જાહેરમાં બીભત્સ વર્તન કરતા યુવકો સામે ચાર મહીના બાદ નોંધાઇ પોલીસ ફરીયાદ

અમદાવાદનાં ગુલાબ ટાવર નજીકની એક સોસાયટીમાં ઝપાઝપીની ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. એવો આરોપ છે કે ત્રણ યુવકો અને બે યુવતીઓએ એક યુવક સાથે ઝઘડો કર્યો હતો અને જાહેર સ્થળે અયોગ્ય વર્તન કર્યું હતું.

Top Stories Gujarat Breaking News

Ahmedabad News:અમદાવાદના (Ahmedabad) વસ્ત્રાપુર વિસ્તારમાં ગુલાબ ટાવર પાસેની એક સોસાયટીમાં ચાર મહીના ઝપાઝપી થઈ હતી. જેમાં ત્રણ યુવકો અને બે યુવતીઓ પર જાહેરમાં અભદ્ર વર્તન કરવાનો અને એક યુવક પર હુમલો કરવાનો આરોપ (Allegations) મૂકવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ આ ઘટના અંગે ચાર મહિના પછી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને પોલીસે (Police) વધુ તપાસ શરૂ કરી છે.

ચાર મહીના બાદ નોંધાઇ પોલીસ ફરીયાદ

આ ઘટના ગુલાબ ટાવર નજીકની એક સોસાયટીમાં બની હોવાનું જાણવા મળ્યું છે. એવો આરોપ છે કે ત્રણ યુવકો અને બે યુવતીઓએ એક યુવક સાથે ઝઘડો કર્યો હતો અને જાહેર સ્થળે અયોગ્ય વર્તન કર્યું હતું. આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓમાં ગુસ્સો અને ચિંતા ફેલાઈ ગઈ છે.

વસ્ત્રાપુર પોલીસએ ફરીયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી

ફરિયાદ મુજબ  આ ઘટના ચાર મહિના પહેલા બની હતી, પરંતુ હવે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ઔપચારિક ફરિયાદ દાખલ કરવામાં આવી છે.વસ્ત્રાપુર પોલીસે ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે અને આરોપીઓની ઓળખ કરવા અને ઘટના વિશે વધુ માહિતી એકત્રિત કરવા માટે તપાસ શરૂ કરી છે.

ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી

થોડા સમય પહેલા વડોદરા શહેરમાં નશાની હાલતમાં વાહન હંકારતા એક નબીરાએ કાયદાનો ભંગ કરી ભારે હંગામો સર્જ્યો હતો. ઘટનામાં નબીરાએ પોતાની મોંઘીદાટ કાર લઈને યુવતીને ટક્કર મારી દીધી હતી. અકસ્માત બાદ ઘટના સ્થળે હાજર ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ સાથે પણ તેણે ઝપાઝપી કરી હતી. આ બનાવ વડોદરાના ભવન્સ સ્કૂલ સર્કલ નજીક બન્યો હતો.

મળતી માહિતી મુજબ, આ નબીરો નશાની મસ્તીમાં કાર ચલાવી રહ્યો હતો. કાર ચાલકે રોંગ સાઈડમાંથી વળાંક લીધો હતો જેના કારણે પ્રથમ એક બાઈકને ટક્કર મારી હતી અને ત્યારબાદ આગળ જતા યુવતીને પણ કારથી અથડાવી દીધી હતી. બનાવ બાદ ટ્રાફિક પોલીસ કર્મચારીએ તેને રોકવાનો પ્રયાસ કર્યો તો નશામાં ચૂર નબીરાએ પોલીસ સાથે જ જાહેર રસ્તા પર ઝપાઝપી શરૂ કરી દીધી.

સ્થળ પર હાજર લોકોએ આખો બનાવ પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો અને થોડા જ કલાકોમાં તેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. વિડિયો વાયરલ થતાં જ સમગ્ર શહેરમાં આ બનાવ ચર્ચાનો વિષય બની ગયો છે. નશેડી નબીરાની હરકતોને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં નશામાં ધૂત નબીરાની હરકત, યુવતીને ટક્કર બાદ ટ્રાફિક પોલીસ સાથે ઝપાઝપી

આ પણ વાંચો:અમદાવાદમાં જાહેરમાં કરી ગુંડાગીરી, AMCની ગાડી રોકી પોલીસ સાથે ઝપાઝપી, વીડિયો વાયરલ

આ પણ વાંચો:ભારત-પાકિસ્તાન મેચમાં મહિલા પોલીસ-પ્રેક્ષક વચ્ચે મારમારી, જુઓ વીડિયો