israel hamas war/ ઇજિપ્તે 10 દિવસ પહેલા જ હુમલો થશે એવી માહિતી ઇઝરાયેલને આપી હતી,રિપોર્ટની અવગણના નેતન્યાહુને પડી ભારે

એક રિપોર્ટ અનુસાર, ઈજિપ્તના ઈન્ટેલિજન્સ ચીફ અબ્બાસ કામેલે હુમલાના 10 દિવસ પહેલા નેતન્યાહૂને ચેતવણી આપી હતી

Top Stories World

israel hamas war: ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુને પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા વિશે પહેલાથી જ ખબર હતી. એક રિપોર્ટ અનુસાર, ઈજિપ્તના ઈન્ટેલિજન્સ ચીફ અબ્બાસ કામેલે હુમલાના 10 દિવસ પહેલા નેતન્યાહૂને ચેતવણી આપી હતી, પરંતુ તેમણે તેની અવગણના કરી હતી. જો નેતન્યાહુએ આ ચેતવણીને ગંભીરતાથી લીધી હોત તો કદાચ આજે જીવ ગુમાવનારા સેંકડો ઇઝરાયેલી નાગરિકો જીવતા હોત.

હમાસે શનિવારે સવારે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. આ હુમલા એટલા વિનાશક હતા કે સેંકડો લોકોએ થોડી જ વારમાં જીવ ગુમાવ્યા. તેના જવાબમાં ઈઝરાયેલે પણ પેલેસ્ટાઈન સામે યુદ્ધની ઘોષણા કરી અને હમાસના લક્ષ્યાંકો પર ઝડપી હુમલા કર્યા. જે સોમવારે પણ ચાલુ રહ્યો હતો. આ દરમિયાન ઈઝરાયેલની મીડિયા સંસ્થા Ynet તરફથી જે રિપોર્ટ સામે આવ્યો છે તે ખૂબ જ ચોંકાવનારો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈજિપ્તના ઈન્ટેલિજન્સ ચીફે બેન્જામિન નેતન્યાહુને હુમલાના 10 દિવસ પહેલા આ હુમલા અંગે ચેતવણી આપી હતી.

Ynetના રિપોર્ટ અનુસાર, ઈજિપ્તના ઈન્ટેલિજન્સ ચીફ અબ્બાસ કામલે કહ્યું હતું કે ગાઝાની આસપાસ કેટલાક અસામાન્ય અને ભયંકર ઓપરેશન થઈ રહ્યા છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે આ રિપોર્ટ વિશે સાંભળવા છતાં નેતન્યાહૂની નિષ્ક્રિયતાથી કામલ પોતે આશ્ચર્યચકિત છે. ઇજિપ્તના સૂત્રોના જણાવ્યા અનુસાર, Ynetએ લખ્યું છે કે આ ચેતવણી પછી, નેતન્યાહૂની પ્રતિક્રિયા હતી કે IDF દળો પશ્ચિમ કાંઠે આતંકવાદ સામે લડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, જ્યાં ઇઝરાયેલ વિરુદ્ધ ઘાતક હુમલા કરવામાં આવી રહ્યા છે.