@નિકુંજ પટેલ
સાગર ઠાકરે દેશમાં ચાલતા કોલ સેન્ટરો માટે પોલીસને પણ હાથમાં રાખી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું. કોઈપણ મોટા કૈભાંડમાં કોઈક એવી વ્યક્તિ સંડોવાયેલી હોય છે જેના ઓછાયા હેઠળ ગેરકાયદે પ્રવૃતિ ચાલતી હોય છે. એ પછી પોલીસ હોય રાજકારણી હોય કે બીજુ કોઈ હોઈ શકે. તેને કારણે જ આ ગેરકાયદે કોલ સેન્ટરોનો રાફડો ફાટ્યો હતો અને છુપી રીતે ધમધમતા હતા. સાગર ઠાકરના બે સૈથી મોટા કોલ સેન્ટર પ્રહલાદનગરના કોર્પોરેટ રોડ પર ચાલતા હતા. બન્ને કોલ સેન્ટરમાં 1000 જેટલા કર્મચારીઓ કામ કરતા હતા
સાગરના અમદાવાદ અને થાણેમાં ચાલતા કેટલાક કોલ સેન્ટરોમાં પોલીસ અધિકારીઓની સાંઠગાંઠ હોવાની પોલીસને પ્રબળ શંકા હતી. આટલુ મોટુ ગેરકાયદે રેકેટ ચલાવવા સ્વાભાવિક છે પોલીસના છુપા આશીર્વાદ હોય જ..સાગરની જેમ પોલીસને પણ તેમાં ડોલરરૂપી મલાઈ દેખાતી હતી. જોકે પોલીસની ભુમિકા પડદા પાછળની હતી. બીજીતરફ બેફામ બનેલા કોલ સેન્ટરોના સંચાલકોને અમેરિકાની એફબીઆઈ સતર્ક થવા છતા ખાસ કંઈ ફેર પડ્યો ન હતો. પરંતુ પોતાના પગ તળે રેલો આવશે એવું લાગતા પોલીસ સક્રિય થઈ ગઈ. ગેરકાયદે કોલ સેન્ટરોને લઈને ગંભીર બનેલી પોલીસે ચાર આઈપીએસ અધિકારીઓની એક કમિટી પણ બનાવી. જેણે પોલીસ અને સંચાલકો સાથેની સાંઠગાંઠ અંગે તપાસ શરૂ કરી. તપાસમાં કેટલાક ટોચના પોલીસ અધિકારીઓ પણ શંકાના દાયરામાં આવી ગયા. દારૂના ધમધમતા અડ્ડાની ગંધ લોકોને આવવા લાગે એટલે પોલીસ જેમ રેડ પાડે એમ કોલ સેન્ટરોમાંપણ બન્યું.
તે સિવાય તપાસ સમિતીએ કોલ સેન્ટરોમાં અહમ ભુમિકા ભજવતા વહીવટદારોની તપાસ પણ શરૂ કરી. ભ્રષ્ટ પોલીસ અધિકારીઓના કાળા નાંણાનો વહીવટ કરતા આ પોલીસો પડદા પાછળ મોટી રમત રમતા હતા. પોલીસે આવા પોલીસ અધિકારીઓ અને વહીવટદારો વિરૃધ્ધ પુરાવા એકઠા કરવાનું શરૃ કર્યું.વધુ તપાસમાં કોલ સેન્ટરના માલિકો વિદેશની ટુર પર હોય ત્યારે આ પોલીસ અધિકારીઓ જ કોલ સેન્ટરોનું સંચાલન કરતા હતા.
પોલીસ સાથેની ભાગીદારીમાં કે સાંઠગાંઠથી ચાલતા ત્રણ થી ચાર વધુ કોલ સેન્ટરો સંચાલકોએ બંધ પણ કરવા પડ્યા. એક ઉચ્ચ પોલીસ અધિકારી પણ શંકાના દાયરામા આવી ગયા હતા. તેમને દર મહિને મોટી રકમનો હપ્તો પહોંચતો હોવાનું પણ ચર્ચાતુ હતું. જોકે નવાઈની વાત એ છે કે કોલ સેન્ટરના આ કાળા ધંધા માં સીધી કે આડકતરી રીતે સંડોવાયેલા એક પણ પોલીસ અધિકારી કે વહીવટદારનો વાળ પણ વાંકો ન થયો. એફબીઆઈ સતર્ક થતા આ મહાશયે નાછુટકે કોલ સેન્ટરો પર દરોડા પાડવાનું શરૂ કર્યું.
બીજી તરફ કોલ સેન્ટરો પર તવાઈ આવતા કોલ સેન્ટરોના યુવક યુવતીઓએ તે જ્યાં કામ કરતા હોય તે ઓફિસોમાં કે પછી ઘરેથી નાના પાયે કોલ સેન્ટર ચાલુ રાખ્યા. કોલ સેન્ટરો પર વ્યાપક દરોડાને પગલે અનેક યુવકો આ રીતે પોતાના નાના કોલ સેન્ટરો શરૂ કરી અમેરિકન નાગરિકોને છેતરતા હતા.પોલીસે આવા યુવકોની ઓફિસ અને ઘરે દરોડા પાડીને તેમની ધરપકડ કરી. તેમની પાસેથી કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક, મેજીક જેક જેવા સાધનો પણ કબજે કર્યા.
જ્યારે કોલ સેન્ટરો ધમધમતા હતા અને ઢગલો ડોલર કમાણી થતી હતી ત્યારે સંચાલકો પણ સારી કામગીરી કરતા કર્મચારીઓને ખુશ રાખતા હતા. તેમને મોંઘી કાર ગિફ્ટ કરવા સાથે બેંગકોકની ટુર, સાથે યુવતીઓ અને ડ્ગ્રસની પણ વ્યવસ્થા કરતા હતા. આમ લક્ઝુરિયસ લાઈફ જીવતા કેટલાય યુવાનો કોલ સેન્ટરો બંધ થતા રસ્તા પર આવી ગયા. કેટલાક હોંશિયાર યુવકોએ કોલ સેન્ટરના નાણાંમાંથી પ્રોપર્ટી ખરીદી ભાડે આપી માસિક આવકનું સાધન ઉભુ કરી લીધું. પરંતુ ટુકા રસ્તા અને ટુંકાગાળે પૈસા કમાવાનું તેમને અંતે ભારે પડ્યું.
આ પણ વાંચો:અમદાવાદ પોલીસ નવરાત્રીને લઈ એક્શનમાં, તૈયાર કર્યો ખાસ પ્લાન
આ પણ વાંચો:અમદવાદમાં એક સપ્તાહમાં હવાની ગુણવત્તા સૂચકાંક 80-100 રહી
આ પણ વાંચો:દરેક સનાતની હિન્દુઓએ અવશ્ય તિલક કરીને આવવુંઃ ફતેસિંહ ચૌહાણ
આ પણ વાંચો:અમદાવાદ શહેર પોલીસની મોટી કાર્યવાહી શહેરના 215 થી વધુ સ્પા પર દરોડા

