Gandhinagar News/ ગુજરાતમાં 251 તાલુકા મેઘમયઃ પંચમહાલના મોરવા હડફમાં 13 ઇંચથી વધુ વરસાદ

ગુજરાતમાં કૃષ્ણ જન્મ વખતે જે પ્રકારની પરિસ્થિતિ હતી તેવી જ પરિસ્થિતિ જન્માષ્ટમીના દિવસે પડેલા વરસાદમાં જોવા મળી છે. ભગવાન કૃષ્ણના જન્મ વખતે કુદરતનું જે રૌદ્ર સ્વરૂપ હતુ તે  ગુજરાતમાં જન્માષ્ટમીના રોજ મેઘાનું રૌદ્ર રૂપ જોવા મળ્યું છે. સમગ્ર ગુજરાતમાં મેઘમહેર થઈ છે.

Gandhinagar Others Breaking News

Gandhinagar News:  ગુજરાતમાં કૃષ્ણ જન્મ વખતે જે પ્રકારની પરિસ્થિતિ હતી તેવી જ પરિસ્થિતિ જન્માષ્ટમીના દિવસે પડેલા વરસાદમાં જોવા મળી છે. ભગવાન કૃષ્ણના જન્મ વખતે કુદરતનું જે રૌદ્ર સ્વરૂપ હતુ તે  ગુજરાતમાં જન્માષ્ટમીના રોજ મેઘાનું રૌદ્ર રૂપ જોવા મળ્યું છે. સમગ્ર ગુજરાતમાં મેઘમહેર થઈ છે. રાજ્યના 251 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 10 તાલુકામાં 11 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ મોરબીના ટંકારા અને પંચમહાલના મોરવા (હડફ)માં સાડા 13 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ત્યારે જાણો ગુજરાતના ક્યાં તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા

ટંકારા અને મોરવા (હડફ)માં સાડા 13 ઈંચથી વધુ, નડિયાદમાં 12.8 ઈંચ, બોરસદમાં 12.5 ઈંચ, વડોદરામાં 12.5 ઈંચ, આણંદમાં 12.3 ઈંચ, પાદરામાં 12.3 ઈંચ, ખંભાતમાં 12.1 ઈંચ, ગોધરામાં 12 ઈંચ, તારાપુરમાં 12 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદથી રાજ્યના રોડ-રસ્તા  બંધ થતાં  વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. રાજ્યના કુલ 608 રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ છે. 22 સ્ટેટ હાઈવે, પંચાયત હસ્તકના 549 રસ્તા બંધ છે.અન્ય 37 રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ છે. ભારે વરસાદથી એસટી બસ સેવા પણ ખોરવાઈ છે. મેઘરજ અને ધોળકા સહિત લીમખેડા હાલોલમાં છેલ્લા 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે. સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વાહન વ્યવહારને પણ ભારે અસર થઇ છે.

આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, તાપી, નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદમાં અતિથી અતિભારે વરસાદ થઇ શકે છે. અમરેલી, ગીર સોમનાથ, અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, પંચમહાલ, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. બોટાદ, ભાવનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગરમાં ભારે વરસાદ થઇ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઓરંગા નદીના પાણી ઓસર્યા, પુલ-માર્ગો થયા જર્જરિત

આ પણ વાંચો: ડાંગમાં અનેક ગામો થયા સંપર્કવિહોણાં

આ પણ વાંચો: ગુજરાતમાં રહેશે આજે વરસાદી માહોલ, ક્યાં અપાયું છે એલર્ટ