Kheda News: ખેડામાં ચાલુ ST બસે પેસેન્જર બેભાન થયો હોવાનું જાણવા મળ્યું છે. ડાકોર બસના પેસેન્જરને અચાનક ખેંચ આવતા બેભાન થયો હતો. ST ચાલકે 108 બોલાવી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પેસેન્જર હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાને લઈ બસમાં સવાર પેસેન્જરો ચિંતિત બન્યા છે.
ખેંચ આવવાના કારણો
મગજમાં ઈજા થવાના કારણે ઈન્ફેક્શન થાય, મગજમાં રહેલી ગાંઠ, લકવો થવાથી, મેટાબોલિક રોગોના કારણે, જન્મ વખતે બાળકને ઓક્સિજન કે ગ્લુકોઝ ઓછું મળવાથી અને કેટલાક કિસ્સામાં ખેંચનું કારણ વારસાગત પણ હોઈ શકે છે. આવી જાણકારીથી સામાન્ય લોકો બિલકુલ અજાણ હોય છે. આ કારણે તેનો યોગ્ય ઈલાજ થઈ શકતો નથી.
ખેંચને અવગણો નહીં
ખેંચને કાબૂમાં રાખી શકાય છે. મોટાભાગના દર્દીઓમાં ખેંચની દવાઓ આખી જિંદગી લેવાની જરૂર હોતી નથી. કેટલાક વર્ષો દવા લીધા બાદ તેને બંધ પણ કરી શકાય છે. ગર્ભવતી મહિલાઓ માટે પણ ઘણી ખેંચની સુરક્ષિત દવાઓ ઉપલબ્ધ છે. જે ગર્ભાવસ્થા દરમિયાન આપવામાં આવે તો માતા અને આવનાર બાળકને આવનારી ખેંચથી બચાવી શકાય છે.
આ પણ વાંચો: અમદાવાદમાં એક્રોપોલીસ મોલમાં આગ લાગી, ચોતરફ દોડધામ
આ પણ વાંચો: વડોદરામાં નારાયણ શાળાની દીવાલ ધરાશાયીના CCTV આવ્યા સામે
આ પણ વાંચો: પોરબંદરમાં 550થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું, વહીવટી તંત્ર ખડેપગે
