- પોલીસે હોટેલમાંથી કુટણખાનું ઝડપી પાડ્યું
- હોટેલમાં રૂમ ભાડે રાખી કુટણખાનાનું નેટવર્ક ઝડપી પાડ્યું
- એક મહિલા અને ગ્રાહક અને સંચાલકની ધરપકડ કરી
- હોટેલ ગોલ્ડન ક્રાઉન શહેર ભાજપના ઉપપ્રમુખની છે
- હોટેલમાં પોલીસે બે ડમી ગ્રાહકો મોકલ્યા હતા
- હોટેલ શહેર ભાજપના ઉપ પ્રમુખ આશિષ કંટારીયાની
- જામનગર ભાજપના ઉપપ્રમુખ આશિષ કંટારીયાની હોટલમાંથી દેહવ્યાપારનો પર્દાફાશ
ભાજપ અને વિવાદ એક બીજાનો પર્યાય બની ગયા હોય તેવું લાગે છે. નેતાઓની નારાજગી, દારૂ, સોશિયલ મીડિયામાં બીભત્સ પોસ્ટ વિગેરે ભાજપના નેતોમાંતે સામાન્ય વાત છે. પરંતુ હવે હદ તો ત્યાં થાય છે કે, ભાજપના જ એક નેતા ની હોટલમાંથી દેહવ્યાપાર નો પર્દાફાસ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જામનગરમાં હોટલ ગોલ્ડન ક્રાઉન ખાતેથી રૂમ ભાડે રાખીને ચલાવાતું કૂટણખાનું ઝડપાયું છે. અને સૌથી મહત્વ પૂર્ણ વાત એ છે કે, આ હોટલ ગોલ્ડન ક્રાઉન કે જેમાં કૂટણખાનાનો પર્દાફાશ થયો છે તે શહેર ભાજપના ઉપપ્રમુખ આશિષ કંટારીયાની હોવાનું સામે આવ્યું છે.
આ હોટલ શહેરના પંચવટી સર્કલ પાસે આવેલી છે. જેમાં પોલીસે બે ડમી ગ્રાહકો મોકલ્યા હતા. જેમાં એક ડમી ગ્રાહક રૂમ નંબર 203માંથી બહારના રાજ્યની યુવતી સાથે મળી આવ્યો હતો. ડમી ગ્રાહકને હોટલના રિસેપ્શન પાસે બેસેલા એક વ્યક્તિએ રૂપિયા લઈને યુવતીની વ્યવસ્થા કરી આપી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મગનલાલ ગાગળા નામનો શખ્સ આ રેકેટ ચલાવતો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
