Not Set/ ઓછા વરસાદથી 5 જળાશયોમાં 50 ટકાથી ઓછુ પાણી,જિલ્લાના મુખ્ય જળાશય ગુહાઈમાં માંડ 20 ટકા જથ્થો

સાબરકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લમાં ચોમાસા દરમિયાન ઓછા વરસાદ ના કારણે હાલમાં જળાશયો મોટે ભાગે ખાલી ખમ જેવી સ્થિતીમાં છે. ચૌદ જેટલાં જળાશયોમાંથી પાંચ જળાશયોમાં તો પાણી પચાસ ટકા કે તેથી ઓછુ છે તો વળી જિલ્લાના મુખ્ય જળાશય ગુહાઈમાં તો માંડ વીસ ટકા  પાણીનો જથ્થો છે એક તરફ ચોમાસા દરમિયાન નહિવત વરસાદ વરસ્યો છે અને […]

Top Stories Gujarat Others Trending
mantavya 438 ઓછા વરસાદથી 5 જળાશયોમાં 50 ટકાથી ઓછુ પાણી,જિલ્લાના મુખ્ય જળાશય ગુહાઈમાં માંડ 20 ટકા જથ્થો

સાબરકાંઠા,

સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લમાં ચોમાસા દરમિયાન ઓછા વરસાદ ના કારણે હાલમાં જળાશયો મોટે ભાગે ખાલી ખમ જેવી સ્થિતીમાં છે. ચૌદ જેટલાં જળાશયોમાંથી પાંચ જળાશયોમાં તો પાણી પચાસ ટકા કે તેથી ઓછુ છે તો વળી જિલ્લાના મુખ્ય જળાશય ગુહાઈમાં તો માંડ વીસ ટકા  પાણીનો જથ્થો છે

એક તરફ ચોમાસા દરમિયાન નહિવત વરસાદ વરસ્યો છે અને બીજી તરફ ખેડુતોને ઓછા વરસાદના કારણે સિંચાઇના કૂવા અને બોરવેલના પાણીના સ્તર નીચા જવાના કારણે ખેડૂતોને હાલ સિંચાઇ માટે મોટો પ્રશ્ન સતાવી રહ્યો છે. ખેડુતોને શિયાળુ પાક નહેરોના સિંચાઇથી જ કરવી પડે એમ છે. પરંતુ જળાશયોમાં ચોમાસું પુરુ થવા છતાં ખાલીખમ જેવી  સ્થિતી છે.

શિયાળામાં સિંચાઈ માટે પાણીની સમસ્યા સર્જાઈ છે. જોકે અરવલ્લી જીલ્લામાં વરસાદ પ્રથમ રાઉન્ડમાં સારો વરસી જતા અને રાજસ્થાનના ઉપરવાસમાં પણ વરસાદ સારો રહેતા પાણીની આવક જળાશયોમાં સારી છે આથી  માઝુમ અને મેશ્વો તેમજ વાત્રકમાં પાણીની આવક સારી રહી હતી.

આ ત્રણેય જળાશયોમાં પાણીનો જથ્થો હાલ સારો છે પરંતુ આ સિવાયના જળાશયોમાં પાણીની સ્થિતી હાલ તો ચિંતાજનક છે. સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં નાના અને મોટા થઇને કુલ ચૌદ જેટલા જળાશયો આવેલા છે જે મોટેભાગે ખાલીખમ છે.

પાંચ  જળાશયોમાં તો પચાસ ટકા કે તેથી પણ ઓછો જથ્થો છે. તો વળી જિલ્લાનો મોટા જળાશયોમાં તો પચીસ ટકા થી પણ ઓછો છે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે તો ઓછા વરસાદને કારણે પાણીની આવક જળાશયોમાં નહીવત છે.જોકે નર્મદાના કારણે અંહી પીવાના પાણીની કોઈ સમસ્યા નથી…

જળાશયોની સ્થિતી ટકાવારી પ્રમાણે

અરવલ્લી જીલ્લો

માઝુમ જળાશય-      ૯૭.૯૪

વાત્રક જળાશય-       ૫૦.૫૫

મેશ્વો જળાશય-        ૯૯.૯૮

સાબરકાંઠા જીલ્લામાં ચોમાસુ આધારિત ખેડૂતો એ પાક ની વાવણી કર્યા બાદ ૫૦ ટકા કરતાં વધારે પાકો લણીને બજાર સુધી તો આવી ગયા પરંતુ હજુ ૫૦ ટકા જેટલા પાકો ખેતર માં ઊભા છે પરંતુ કુવા અને બોરવેલમાં પાણીના સ્તર નીચા જવાને કારણે સિંચાઈ થઈ શકે તેમ નથી.અને સિંચાઇના પાણીની હાલ સખત જરૂરિયાત ઊભી થઈ છે ખેડૂતો સિંચાઇ માટે કેનાલના પાણીની રાહ જોઈ રહ્યા છે

જળાશયોની સ્થિતી ટકાવારી પ્રમાણે

સાબરકાંઠા જીલ્લા               સ્ટોરેજ  %

ગુહાઇ જળાશય-                 ૨૦.૦૪

હાથમતી જળાશય-              ૬૮.૩૭

હરણાવ-૦૨ જળાશય-          ૮૧.૫૦

જવાનપુરા જળાશય-            ૯૯.૬૫

ખેડવા જળાશય-                  ૭૨.૩૨

ગોરઠીયા જળાશય-              ૯૬.૫૫