Not Set/ ભારત માટે બેવડા વિજયનો દિવસ: હાફિઝને જેલ અને કુલભૂષણની ફાંસી પર પ્રતિબંધ

ભાતર માટે આજે બેવડી સફળતાનો દિવસ રહ્યો. 17 જુલાઇના આજનાં દિવસે ભારતીયો માટે ગૌરવનવંતો માનવામાં આવશે.  પાકિસ્તાનની આતંકવાદી અને આતંકી ભંડોળનાં હવાલા સંભાળતા આંતરરાષ્ટ્રીય આતંકવાદી હાફિઝ સઈદની પાક દ્વારા મજબૂરીવસ ધરપકડ કરવામાં આવી અને જેલ ભેગો કરી દેવામા આવ્યો હતો.  તો બીજી તરફ ભારતીય નાગરિક કુલુભૂષણ જાધવનું ઈરાનમાંથી અપહરણ કરવા અને તેને જાસૂસ હોવાનો આરોપ […]

Top Stories India
india ભારત માટે બેવડા વિજયનો દિવસ: હાફિઝને જેલ અને કુલભૂષણની ફાંસી પર પ્રતિબંધ
ભાતર માટે આજે બેવડી સફળતાનો દિવસ રહ્યો. 17 જુલાઇના આજનાં દિવસે ભારતીયો માટે ગૌરવનવંતો માનવામાં આવશે.  પાકિસ્તાનની આતંકવાદી અને આતંકી ભંડોળનાં હવાલા સંભાળતા આંતરરાષ્ટ્રીય આતંકવાદી હાફિઝ સઈદની પાક દ્વારા મજબૂરીવસ ધરપકડ કરવામાં આવી અને જેલ ભેગો કરી દેવામા આવ્યો હતો.  તો બીજી તરફ ભારતીય નાગરિક કુલુભૂષણ જાધવનું ઈરાનમાંથી અપહરણ કરવા અને તેને જાસૂસ હોવાનો આરોપ મૂકી પાકિસ્તાન દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેના પર પાકિસ્તાની સૈન્ય અદાલતમાં કાર્યવાહી કરવામાં આવી હતી અને મૃત્યુદંડની સજા કરવામાં આવી હતી. પરંતુ ભારતે આ કેસ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પડકારતા જીનીવાની આંતરરાષ્ટ્રીય કોર્ટમાં સુનાવણી પછી જાધવને તાત્કાલિક રાહત મળી હતી. અને ફાંસીની સજા પર સ્ટે યથાવત રાખવામા આવ્યો છે.
Kulbhushan Jadhav ભારત માટે બેવડા વિજયનો દિવસ: હાફિઝને જેલ અને કુલભૂષણની ફાંસી પર પ્રતિબંધ
જાદવની ફાંસી પર સ્ટેએ ભારતની આંતરરાષ્ટ્રીય કોર્ટમાં મોટી કાનૂની જીત જોવામા આવી રહી છે. આઇસીજેએ મૃત્યુ દંડની સજા  પર રોક ફરમાવી દીધીછે અને હવે જાધવને કોન્સ્યૂલર એક્સેસ પણ મળશે. તે તેના પરિવાર, મિત્રો અને દેશો મહત્વનાં લોકોને મળી પણ શકશે.  દેશભરમાં આ મુદ્દે આનંદનું વાતાવરણ છે. ભારત સરકારે તેને સત્યની જીત કહી છે.
hafiz ભારત માટે બેવડા વિજયનો દિવસ: હાફિઝને જેલ અને કુલભૂષણની ફાંસી પર પ્રતિબંધ

તો હાફિઝને પાકિસ્તાની સરકાર દ્વારા ન છુટકે ઘરપકડ કરી ગુજરાનવાલાથી લાહોર લઇ જવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે ભારત દ્રારા હાફિઝને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવા માટે ભારે કુટનૈતીક દબાણ કરવામા આવ્યું હતું અને અનેક વાર નિષ્ફળતા બાદ હવે પાકિસ્તાન આ પગલુ લેવા માટે મજબૂર થયું છે. પાકિસ્તાન  હાલ ગંભીર નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. અને અર્થતંત્રને બચાવવા અને પૈસાની તંગી નીવારવા પાકને આંતરરાષ્ટ્રીય મદદની જરૂર છે ત્યારે આતંક પર લગામ કસવાની પાકને દરેક દેશ અને સંસ્થાન દ્વારા ફરમાન કરવામા આવતા હાફિઝ મામલે પાકને ઝુકવું પડ્યું છે. તે ભારતની સૌથી મોટી કુટનૈતિક જીત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.