આ નેતા શું ચૂંટણી જીતાડશે.../ માસ્ક ઉતાર્યા વિના પીધું ચરણામૃત, જાણો કોણ છે આ મહાન CM

કોરોના વાયરસના આગમનથી માસ્ક આપણા બધાના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. માસ્કએ કોરોના સંક્રમણને નિયંત્રિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે

Top Stories India
માસ્ક

કોરોના વાયરસના આગમનથી માસ્ક આપણા બધાના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. માસ્કએ કોરોના સંક્રમણને નિયંત્રિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જો કે, કેટલીકવાર માસ્કના કારણે, આવી રમુજી વસ્તુઓ પણ બને છે, જે આપણને ખુબ જ હસાવે છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે પણ આવી જ ઘટના બની છે. ગેહલોતે મંદિરની મુલાકાત વખતે મોઢા પરથી માસ્ક હટાવ્યા વિના ચરણામૃત પીધું હતું. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને લોકો ખૂબ જ  મજાક ઉડાવી રહ્યા છે.

આ વીડિયો જેસલમેરના પ્રખ્યાત રામદેવરા મંદિરનો છે, જ્યાં મુખ્યમંત્રી અશોક ગેહલોત 2 સપ્ટેમ્બરે દર્શન માટે પહોંચ્યા હતા. ચાર દિવસ જૂનો વીડિયો મંગળવારે સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો હતો. લોકો આને ખૂબ શેર કરી રહ્યા છે. મીમ્સ પણ બનાવવામાં આવી રહ્યા છે. ઘણા લોકો તેને રાજકારણના જાદુગર કહેવાતા ગેહલોતનો વધુ એક ચમત્કાર ગણાવી રહ્યા છે.

સચિન નામના યુઝરે લખ્યું, “અશોક ગેહલોત જી તમે માસ્ક ઉતાર્યા વિના ચરણામૃત પીધું, તમે આ શું જાદુ કરી રહ્યા છો?” શેલી માલીવાલે લખ્યું, “ગેહલોત જી પબ્લિકને પણ આવા હાઇ ટેક માસ્કનો અધિકાર છે. અન્ય એક યુઝરે લખ્યું, ” રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે માસ્ક ઉપર ચરણામૃત પીને નવો રેકોર્ડ બનાવ્યો છે.

મંદિરમાં ગેહલોતની સામે મોદી-મોદીના નારા લાગ્યા હતા

મુખ્યમંત્રી ગેહલોતે શુક્રવારે રામદેવરા ખાતેના પ્રખ્યાત બાબા રામદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. તેમણે પુષ્પાંજલિ, પાઘડી પહેરાવી અને સમાધિ પર ચાદર અર્પણ કરીને પંચમેવા અર્પણ કર્યા હતા. જ્યારે મુખ્યમંત્રી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે પરિસરમાં ઉભેલા ભક્તોએ ‘મોદી-મોદી’ના નારા લગાવવાનું શરૂ કર્યું હતું. જેમ જેમ ગેહલોત આગળ વધતા ગયા તેમ તેમ સૂત્રોચ્ચારનો અવાજ ઊંચો થતો ગયો. ગેહલોત પણ હસતા રહ્યા અને લોકોની સામે હાથ હલાવતા રહ્યા.

આ પણ વાંચો:દેશની પ્રથમ નોઝલ વેક્સિનને મંજૂર, ભારત બાયોટેકને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી

આ પણ વાંચો:યુથ કોંગ્રેસના નારાજ કાર્યકરોને ભારતીય જનતા પાર્ટીમાં જોડીશું : વિશ્વનાથસિંહ વાઘેલા

આ પણ વાંચો: વૃદ્ધો અશક્તો અને દિવ્યાંગ દર્શનાર્થીઓ માટે અંબાજી મહામેળામાં દર્શનની અલાયદી વ્યવસ્થા