કાર્યવાહી/ UIDAI આધાર નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને 1કરોડ રૂપિયા સુધીનો દંડ ફટકારશે

કોઈપણ વિષયમાં વહીવટી અથવા તકનીકી જ્ઞાન હોવુ જોઇએ. ઉપરાંત, તેની પાસે મેનેજમેન્ટ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા કોમર્સમાં ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ.

India
Untitled 47 UIDAI આધાર નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને 1કરોડ રૂપિયા સુધીનો દંડ ફટકારશે

આધાર કાર્ડમાં ભારત સરકાર ઘણા બદલાવ લાવી રહી છે . જે અંતર્ગત સરકારે  હવે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા ને આધાર એક્ટનું પાલન ન કરનારાઓ સામે 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવાની  સત્તા આપી છે. કાયદો પસાર થયાના લગભગ બે વર્ષ બાદ સરકારે આ નિયમોને જાહેર કર્યા છે. આ અંતર્ગત UIDAI આધાર નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવા અધિકારીઓની નિમણૂક કરી શકે છે. સાથે જ ગુનેગારોને 1 કરોડ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. 2

આ હેઠળ, UIDAI એક્ટ અથવા UIDAIની સૂચનાઓનું પાલન ન કરવાના કિસ્સામાં ફરિયાદ કરી શકાય છે. UIDAI દ્વારા નિયુક્ત અધિકારીઓ આવા કેસોનો નિર્ણય કરશે અને આવી સંસ્થાઓ પર 1 કરોડ રૂપિયા સુધીનો દંડ લાદી શકે છે. ટેલિકોમ ડિસ્પ્યુટ્સ સેટલમેન્ટ અને એપેલેટ ટ્રિબ્યુનલ આ નિર્ણયો સામે અપીલ કરી શકે છે.

આ પણ વાંચો ;T20 World Cup / ગુપ્ટિલે તોફાની ઈનિંગ રમતા રચ્યો ઈતિહાસ, આમ કરનાર વિશ્વનો બીજો ખેલાડી બન્યો

સરકાર આધાર અને અન્ય કાયદા અધિનિયમ, 2019 લાવી હતી જેથી UIDAI પાસે પગલાં લેવાની સત્તા હોય. હાલના આધાર કાયદા હેઠળ, UIDAI પાસે આધાર કાર્ડનો દુરુપયોગ કરતી સંસ્થાઓ સામે પગલાં લેવાની સત્તા નથી. વર્ષ 2019માં પસાર થયેલા કાયદામાં દલીલ કરવામાં આવી હતી કે, ‘ગોપનીયતાના રક્ષણ માટે અને UIDAIની સ્વાયત્તતાને સુનિશ્ચિત કરવા માટે તેમાં સુધારો કરવાની જરૂર છે.’ આ પછી નાગરિક દંડની જોગવાઈ માટે આધાર એક્ટમાં એક નવું પ્રકરણ ઉમેરવામાં આવ્યું હતું.

2 નવેમ્બરે અધિસૂચિત કરાયેલા નવા નિયમોમાં કહેવામાં આવ્યું છે કે નિર્ણય લેનાર અધિકારી ભારત સરકારના સંયુક્ત સચિવના રેન્કથી નીચેનો ન હોવો જોઈએ. તેની પાસે 10 વર્ષ કે તેથી વધુ કામનો અનુભવ હોવો જોઈએ. ઉપરાંત, તેને કાયદાના કોઈપણ વિષયમાં વહીવટી અથવા તકનીકી જ્ઞાન હોવુ જોઇએ. ઉપરાંત, તેની પાસે મેનેજમેન્ટ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા કોમર્સમાં ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ.

આ પણ વાંચો ;વિશ્લેષણ / ભાજપને આંચકો, કોંગ્રેસને સંજીવની સમાન પરિણામો