Not Set/ ભારત કોરોનાની સૌથી ખરાબ પરિસ્થિતિ માટે સંપૂર્ણ રીતે તૈયાર : ડૉ. હર્ષ વર્ધન

દેશમાં કોરોના વાયરસનાં કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ ત્રણ હજારથી વધુ કેસ નોંધાય છે, જેના કારણે ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 60 હજાર પહોંચવા આવી છે. વળી, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ.હર્ષ વર્ધને કહ્યું છે કે, ઘણા દેશોમાં જે પ્રકારની ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે, આવી સ્થિતિ ભારતમાં ભાગ્યે જ બને. તેમણે કહ્યું […]

India
f2b4c9a91f5b1798b69a9a35671dbedf 1 ભારત કોરોનાની સૌથી ખરાબ પરિસ્થિતિ માટે સંપૂર્ણ રીતે તૈયાર : ડૉ. હર્ષ વર્ધન

દેશમાં કોરોના વાયરસનાં કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ ત્રણ હજારથી વધુ કેસ નોંધાય છે, જેના કારણે ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 60 હજાર પહોંચવા આવી છે. વળી, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ.હર્ષ વર્ધને કહ્યું છે કે, ઘણા દેશોમાં જે પ્રકારની ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે, આવી સ્થિતિ ભારતમાં ભાગ્યે જ બને. તેમણે કહ્યું કે તેમ છતાં ભારત હજુ પણ ખરાબ પરિસ્થિતિ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં મૃત્યુ દર 3.3 ટકાની આસપાસ છે અને રિકવરી દર 29.9 ટકા પર પહોંચી ગયો છે. આ ખૂબ સારા સંકેતો છે. આપને જણાવી દઇએ કે, શનિવારે દેશમાં કોરોના વાયરસને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 1,981 થઈ ગઈ છે. છેલ્લા ઘણા કલાકોમાં આ વાયરસથી 95 લોકોનાં મોત નીપજ્યાં છે અને 3,320 નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં 39,834 લોકોની સારવાર ચાલી રહી છે જ્યારે 17,846 લોકો સ્વસ્થ બન્યા છે અને એક દર્દી વિદેશ ચાલ્યો ગયો છે. આરોગ્ય મંત્રાલયનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 29.91 ટકા દર્દીઓ સ્વસ્થ થયા છે. કુલ 111 વિદેશી નાગરિકો પણ ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં શામેલ છે.

શુક્રવાર સવારથી કુલ 95 લોકોનાં મોત નીપજ્યાં છે. જેમા 37 લોકો મહારાષ્ટ્ર, 24 ગુજરાત, 9 પશ્ચિમ બંગાળમાં, 7 મધ્યપ્રદેશમાં, 4-4 લોકો રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં, 3-3 આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં, 2 લોકોની દિલ્હીમાં અને 1-1 વ્યક્તિની મોત પંજાબ અને હરિયાણામાં થયા છે. ઝારખંડમાં કોરોના વાયરસનાં કારણે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો હતો. ઓડિશા અને હિમાચલ પ્રદેશમાં આ ચેપી રોગથી બે લોકોનાં મોત નીપજ્યાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.