Covid-19/ દેશમાં કોરોના સક્રિય કેસોની સંખ્યા 150 દિવસમાં સૌથી ઓછી નોંધાઈ

ભલે દેશમાં કોરોના વાયરસનાં દૈનિક કેસ 30 હજારથી વધુ નોંધાઈ રહ્યા છે, પરંતુ રાહતની વાત છે કે દેશમાં સક્રિય કેસોની સંખ્યા 150 દિવસમાં સૌથી ઓછી નોંધાઈ છે.

Top Stories India
1 175 દેશમાં કોરોના સક્રિય કેસોની સંખ્યા 150 દિવસમાં સૌથી ઓછી નોંધાઈ

ભલે દેશમાં કોરોના વાયરસનાં દૈનિક કેસ 30 હજારથી વધુ નોંધાઈ રહ્યા છે, પરંતુ રાહતની વાત છે કે દેશમાં સક્રિય કેસોની સંખ્યા 150 દિવસમાં સૌથી ઓછી નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં 36 હજાર 571 નવા કેસ નોંધાયા છે, જ્યારે સક્રિય કેસોની સંખ્યા 3,63,605 પર પહોંચી ગઈ છે, જે 150 દિવસમાં સૌથી ઓછી છે. આ સાથે રિકવરી રેટ પણ વધ્યો છે. આ ઉપરાંત, કોરોના રિકવરી રેટ પણ ઝડપથી વધીને 97.54 ટકા થયો છે.

આ પણ વાંચો – અફઘાનિસ્તાનમાં કટોકટી / બિડેન વહીવટીતંત્રે તાલિબાનોના અફઘાનિસ્તાન પર કબ્જા બાદ હથિયારોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો

આ સાથે, કોરોના સંક્રમણમાંથી ઠીક થનારા લોકોની સંખ્યા અત્યાર સુધીમાં વધીને 3,15,61,635 થઈ ગઈ છે. આ સાથે, માર્ચ 2020 પછી પ્રથમ વખત રિકવરી રેટ પણ આટલો ઉંચો થયો છે. સાપ્તાહિક પોઝિટિવિટી રેટમાં પણ સતત ઘટાડો જોવા મળે છે અને હાલમાં તે માત્ર 1.93 ટકા છે. છેલ્લા 56 દિવસથી આ આંકડો સતત 3% થી ઓછો રહ્યો છે. આ સિવાય, દૈનિક પોઝિટિવિટી રેટ પણ 1.94% છે. આ પણ 25 દિવસ માટે 3 ટકાથી ઓછો રહ્યો છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાની 57.22 કરોડ રસીઓ આપવામાં આવી છે. દેશમાં અત્યાર સુધીમાં આપવામાં આવેલી કોરોના રસી ડોઝની કુલ સંખ્યા 57.16 કરોડને વટાવી ગઈ છે, જેમાં ગુરુવારે આપવામાં આવેલા 48 લાખથી વધુ ડોઝનો સમાવેશ થાય છે. રસીકરણ અભિયાનનાં ત્રીજા ચરણની શરૂઆત બાદથી 37 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 18-44 વર્ષની વયજૂથનાં કુલ 21,13,11,218 વ્યક્તિઓને તેમની પ્રથમ ડોઝ આપવામાં આવી છે અને કુલ 1,79,43,325 લોકોને બીજી ડોઝ આપવામાં આવી છે.

આ પણ વાંચો – સંસ્કૃત સપ્તાહ /  સંસ્કૃતના માધ્યમથી ગીતા, રામાયણ અને ગાયને ઘર-ઘર સુધી પહોંચાડવાની છે : શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા

દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 57,16,71,264 ડોઝ આપવામાં આવ્યા છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, ભારતમાં કોરોના ટેસ્ટની સંખ્યા 50 કરોડને પાર કરી ગઈ છે. ઓગસ્ટમાં દરરોજ સરેરાશ 17 લાખથી વધુ ટેસ્ટ સાથે, ભારતે અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં 50 કરોડ સેમ્પલોનું ટેસ્ટિંગ કર્યું છે, જે છેલ્લા 10 કરોડ ટેસ્ટ છેલ્લા 55 દિવસમાં કરવામાં આવેલા છે. 21 જુલાઈએ ભારતે 45 કરોડ કોવિડ સેમ્પલનું ટેસ્ટિંગ કર્યું હતું, જે 18 ઓગસ્ટનાં રોજ 50 કરોડનાં આંકડાને સ્પર્શી ગયું હતું. ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવનાઓ છે, જેને લઇને સરકાર આ વખતે પૂરી રીતે એલર્ટ હોવાનો દાવો કરી રહી છે. જો કે એ વાત પણ સાચી છે કે, લોકો હવે બીજી લહેરનાં શાંત થયા બાદ ફરી એકવાર પહેલા જેવી જ ભૂલનું પુનરાવર્તન કરી રહ્યા છે.