Not Set/ રાજકોટ : ઉપલેટા પાસે રાષ્ટ્રીય શિબિરમાં આગ લાગતાં 3 વિદ્યાર્થીનીઓના મોત

રાજકોટ, રાજકોટમાં ઉપલેટા પાસે એક રાષ્ટ્રકક્ષાની શિબિરમાં આગ લાગતા ત્રણ વિદ્યાર્થીનીઓના કરૂણ મોત થયા છે. રાજકોટના ઉપલેટા નજીક આવેલા પ્રાંસલા ખાતે વૈદિક મિશન ટ્રસ્ટ દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષા શિબિરના ટેન્ટમાં ગત મોડી રાતે આગ ભભૂકી ઉઠતા ત્રણ વિદ્યાર્થીની ભુંજાઇ ગઇ હતી.આગ એટલી ભીષણ હતી કે 15 વિદ્યાર્થીનીઓ દાઝી ગઇ હતી જ્યારે 50 જેટલા ટેન્ટ ખાખ થઇ […]

Top Stories
rjkt fire રાજકોટ : ઉપલેટા પાસે રાષ્ટ્રીય શિબિરમાં આગ લાગતાં 3 વિદ્યાર્થીનીઓના મોત

રાજકોટ,

રાજકોટમાં ઉપલેટા પાસે એક રાષ્ટ્રકક્ષાની શિબિરમાં આગ લાગતા ત્રણ વિદ્યાર્થીનીઓના કરૂણ મોત થયા છે. રાજકોટના ઉપલેટા નજીક આવેલા પ્રાંસલા ખાતે વૈદિક મિશન ટ્રસ્ટ દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષા શિબિરના ટેન્ટમાં ગત મોડી રાતે આગ ભભૂકી ઉઠતા ત્રણ વિદ્યાર્થીની ભુંજાઇ ગઇ હતી.આગ એટલી ભીષણ હતી કે 15 વિદ્યાર્થીનીઓ દાઝી ગઇ હતી જ્યારે 50 જેટલા ટેન્ટ ખાખ થઇ ગયા હતા.દાઝેલી કિશોરીઓને સારવાર અર્થે ધોરાજી, પોરબંદર અને ઉપલેટાની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ છે.

WhatsApp Image 2018 01 13 at 1.51.19 AM રાજકોટ : ઉપલેટા પાસે રાષ્ટ્રીય શિબિરમાં આગ લાગતાં 3 વિદ્યાર્થીનીઓના મોત

શનિવારે શિબિરની પૂર્ણાહુતિ થવાની છે, ત્યારે તેની આગલી રાત્રે જ વિદ્યાર્થીઓ જ્યાં સૂતા હતા, તે ટેન્ટમાં રાત્રે પોણાબાર વાગ્યે આગ ફાટી નીકળી હતી. શોર્ટ-સર્કિટને કારણે આગ લાગવાનું તારણ કાઢવામાં આવ્યું છે.આગમાં. 500થી વધુ લોકોને બચાવવાની કામગારી તાત્કાલિક હાથ ધરવામાં આવી હતી.

WhatsApp Image 2018 01 13 at 1.51.16 AM રાજકોટ : ઉપલેટા પાસે રાષ્ટ્રીય શિબિરમાં આગ લાગતાં 3 વિદ્યાર્થીનીઓના મોત

મળતી માહિતી પ્રમાણે રાત્રિના 1:30 કલાકે આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવાયો હતો. આર્મી, એનડીઆરએફ અને નેવીના જવાનોએ શિબિર સ્થળ આસપાસ સર્ચ ઓપરેશન પણ કરીને કિશોરીઓને સલામત સ્થળે ખસેડી હતી.

WhatsApp Image 2018 01 13 at 1.51.26 AM રાજકોટ : ઉપલેટા પાસે રાષ્ટ્રીય શિબિરમાં આગ લાગતાં 3 વિદ્યાર્થીનીઓના મોત

આ ઘટનાને પગલે કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓ પ્રાંસલા પહોંચી ગયા હતા. 6 ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સની મદદ લેવાઈ હતી. મૃતકમાં ત્રણે યુવતીનો સમાવેશ થાય છે. જોકે, આ આંકડો વધી શકે તેવી શક્યતા છે. મહામહેનતે આગ પર કાબૂ મેળવી શકાયો હતો. આર્મી, એનડીઆરએફ અને નેવીના જવાનોએ શિબિર સ્થળ આસપાસ સર્ચ ઓપરેશન પણ કરીને કિશોરીઓને સલામત સ્થળે ખસેડી હતી. આ ઘટના પછી સીએમ વિજયભાઈ રૂપાણીએ મૃતકોના પરિવાર જનોને 4 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.