Not Set/ પીએમ મોદી અને સીએમ યોગી પર થઇ શકે છે કેમિકલ એટેક: સુરક્ષા એજન્સી

  મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર કેમિકલ અને મેડિસિન એટેક થઇ શકે છે. જો કે સિક્યુરિટી એજન્સી દ્વારા આ પ્રકારનો ઇનપુટ મળ્યા બાદ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સિકયુટીરી વધુ કરી દેવામાં આવી છે . મેરઠમાં તેઓની મુલાકાતને લઇને ખાસ ચોકક્સાઇ સિક્યુરિટી ગોઠવી દેવામાં આવેલ છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા જે ઇનપુટ મળેલ છે […]

Top Stories India Politics
675721 modi and yogi પીએમ મોદી અને સીએમ યોગી પર થઇ શકે છે કેમિકલ એટેક: સુરક્ષા એજન્સી

 

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર કેમિકલ અને મેડિસિન એટેક થઇ શકે છે. જો કે સિક્યુરિટી એજન્સી દ્વારા આ પ્રકારનો ઇનપુટ મળ્યા બાદ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સિકયુટીરી વધુ કરી દેવામાં આવી છે . મેરઠમાં તેઓની મુલાકાતને લઇને ખાસ ચોકક્સાઇ સિક્યુરિટી ગોઠવી દેવામાં આવેલ છે.

સુરક્ષા એજન્સીઓ દ્વારા જે ઇનપુટ મળેલ છે તેમાં એવું સામે આવ્યું છે કે કશ્મીરથી કેટલાંક યુવાઓનું ગ્રુપ આતંકીઓનાં સંપર્કમાં છે. તેઓનાં સભ્ય યૂપીમાં મુખ્યમંત્રી યોગી પર એટેક કરી શકે છે. તેઓની ટ્રેનથી જમ્મુ-કશ્મીરથી લખનઉ પહોંચવાની વાત કરવામાં આવી છે. આ લોકો કોઇ જનસભા અથવા કાર્યક્રમમાં કેમિકલ અને મેડિસિન એટેક પણ કરી શકે છે.

સિક્યુરિટી એજન્સીઓના મળેલા ઇનપુટ મુજબ સામે આવ્યું છે કે જમ્મુ કાશ્મીરનું એક યંગ આતંકી સંગઠન ધરાવતું ગ્રુપ આ ષડયંત્રને અંજામ આપી શકે છે. જેના કારણોસર યુપી સીએમ યોગી આદિત્યનાથ એમ બંનેની નેતાઓની સિક્યુરીને વધારી દેવામાં આવી છે. જો કે માહિતી મળી છે કે મુખ્યમંત્રી યોગી પર એટેક થઇ શકે એમ છે. આ જમ્મુ કાશ્મીરથી ટ્રેન મારફતે આવી રહ્યા છે જયારે તેઓ જનસભા અથવા કોઈ ભીડ ધરાવતા પ્રોગ્રામમાં કેમિકલ અથવા મેડિકલ એટેકને અંજામ આપી શકે છે.

Security Agency પીએમ મોદી અને સીએમ યોગી પર થઇ શકે છે કેમિકલ એટેક: સુરક્ષા એજન્સી

આ આતંકીઓ દ્વારા બંને દિગ્ગજ નેતાઓ પર હ્યુમન બોમ્બનો ઉપયોગ પણ કરી શકાય છે. તેઓનાં લોકેશન અને સમયને લઇને સુરક્ષા એજન્સીઓ તપાસમાં જોડાઇ ગયેલ છે. અનેક એજન્સીઓનાં ઇનપુટનાં અનુસાર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનાં કમાન્ડર મસૂદ અઝહરે એક ટેપ રજૂ કરેલ છે. જેમાં તેઓએ પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી યોગી પર એટેક કરવાની વાત કહી છે.

આ હુમલો કોઇ જનસભા અને કાર્યક્રમ દરમ્યાન કરવામાં આવી શકે છે. ઇનપુટ એવા છે કે લંડન બેસ્ડ કેટલાંક કશ્મીરી સંગઠન યોગી અથવા મોદીને ટાર્ગેટ કરી શકે છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા મળેલ તમામ ઇનપુટને દેખતા સીએમની સિક્યોરિટીને લઇને સાવધાની વર્તવામાં આવી છે.