Not Set/ વાપી: દારૂ માટે બુટલેગરો પોલીસને ચકમો આપવા ગમે તે હદે પહોંચી રહયા છે

વાપી, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો દ્વારા પોલીસને ચકમો આપવા ગમે તે હદે પહોંચી રહયા છે. જેમાં પોલીસે રવિવારની મોડી રાત્રીના વાપીના દાભેલ ચેકપોસ્ટ પાસેથી ઍમ્બ્યુલન્સમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સાથે બે ઈસમોની અટક કરી આગળની તપાસ હાથ ધરી. ગાંધીના આ ગુજરાતમાં દારૂડિયાઓ એક જ વર્ષમાં આટલાં કરોડ લિટર દારૂ પી ગયા રવિવારની મોડી […]

Top Stories Gujarat Others Videos
mantavya 334 વાપી: દારૂ માટે બુટલેગરો પોલીસને ચકમો આપવા ગમે તે હદે પહોંચી રહયા છે

વાપી,

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો દ્વારા પોલીસને ચકમો આપવા ગમે તે હદે પહોંચી રહયા છે. જેમાં પોલીસે રવિવારની મોડી રાત્રીના વાપીના દાભેલ ચેકપોસ્ટ પાસેથી ઍમ્બ્યુલન્સમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સાથે બે ઈસમોની અટક કરી આગળની તપાસ હાથ ધરી.

ગાંધીના આ ગુજરાતમાં દારૂડિયાઓ એક જ વર્ષમાં આટલાં કરોડ લિટર દારૂ પી ગયા

રવિવારની મોડી રાત્રીના આશરે ઍક વાગ્યાની આસપાસ સંઘપ્રદેશ દમણ તરફથી ઍક ઍમ્બ્યુલન્સ પસાર થઇ રહી હતી. આ દરમિયાન પોલીસ તપાસમાં હતી. પોલીસને એમ્બ્યુલન્સમાં દારૂ હોવાની શંકા જતાં પોલીસે એમ્બ્યુલન્સને રોકીને ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન એમ્બ્યુલન્સમાંથી દારૂનો જથ્થો મળી આવતાં પોલીસ ચોંકી ઉઠી હતી.