Bomb Threat/ ઈન્ડિગો ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં……..

Top Stories India Breaking News

New Delhi News: દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં અફરાતફરી મચી ગઈ છે. ફ્લાઈટને ઈન્વેસ્ટિગેશન માટે આઈસોલેશન વેમાં લઈ જવામાં આવ્યું છે. ઉડ્ડયન અધિકારીઓ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડની ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

અહેવાલ મુજબ દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટને રનવે પર જ રોકી દેવામાં આવી છે. મુસાફરોને લોકોને ઈમરજન્સી એક્ઝિટ ડોરથી બહાર કાઢવામાં આવી રહ્યાં છે. આજે વહેલી સવારે દિલ્હીથી વારાણસી જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાના સમાચાર મળતા જ ખળભળાટ મચી ગયો હતો અને તંત્ર એલર્ટ થઈ ગયું છે.

માહિતી મુજબ અધિકારીઓને શંકાસ્પદ કશું મળ્યું નથી. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે, વોશરૂમમાંથી ટિશ્યુ પેપર મળી આવ્યું હતું અને સવારે 5.35 વાગ્યે તેની જાણ કરવામાં આવી હતી. હાલ આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: PM મોદીનો ‘બંગાળીઓના મનમાં મોદી’ થીમ પર કોલકાતામાં આજે રોડ શો

આ પણ વાંચો: પિતા અને ભાઈએ પહેલા તેને માર માર્યો, પછી તેને ઝાડ પર ઊંધો લટકાવતા થયું મોત

આ પણ વાંચો: ફરીદાબાદમાં 11 વર્ષના પુત્ર સાથે માતાનું ક્રૂર વર્તન, નિર્દોષનો ગુનો શું?