Not Set/ અમદાવાદ/ સિવિલ હોસ્પીટલમાં વર્ગ 4ના કર્મચારીઓની હડતાલ

સિવિલ હોસ્પિટલમાં વારંવાર કોઈને કોઈ કારણે  હડતાલો સામે આવે છે ત્યારે ફરી એક વાર  વર્ગ 4ના કર્મચારી પોતાના પગાર મુદ્દે હડતાલ પર ઉતરી આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના વર્ગ ચારના કર્મચારીઓ ગઈકાલેથી પગારમાં થતી ગોલમાલ મામલે હડતાળ પાર ઉતરી ગયા છે. ગઈકાલે રાજદીપ એન્ટરપ્રાઇઝના વર્ગ ચારના કર્મચારીઓ પગારમાંથી કટકી કરી અપાતો હોવાની ફરિયાદ સાથે પગાર પૂરો આપવાની માંગ […]

Ahmedabad Gujarat

સિવિલ હોસ્પિટલમાં વારંવાર કોઈને કોઈ કારણે  હડતાલો સામે આવે છે ત્યારે ફરી એક વાર  વર્ગ 4ના કર્મચારી પોતાના પગાર મુદ્દે હડતાલ પર ઉતરી આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના વર્ગ ચારના કર્મચારીઓ ગઈકાલેથી પગારમાં થતી ગોલમાલ મામલે હડતાળ પાર ઉતરી ગયા છે. ગઈકાલે રાજદીપ એન્ટરપ્રાઇઝના વર્ગ ચારના કર્મચારીઓ પગારમાંથી કટકી કરી અપાતો હોવાની ફરિયાદ સાથે પગાર પૂરો આપવાની માંગ સાથે હડતાળ પાર બેસી ગયા હતા. મહામારીના સમયમાં વર્ગ ચારના કર્મચારીઓ હડતાલ પર ઉતારતા હોસ્પિટલ સતાધીસો પગલાં લઇ શકે છે.

તો સાથે સાથે બી.જે મેડિકલ માં પણ કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેમાં ગુજરાતની તમામ ૬ મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા લેબોરેટરી ટેકનીશ્યન જોડાયા હતા . બી.જે.મેડિકલ કોલેજ ની બહાર મોટી સંખ્યામાં   લેબોરેટરી ટેકનીશ્યન ભેગા થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.