કોમી છમકલું/ આણંદમાં તિરંગા રેલી અદાવત મામલે વિધર્મીઓનો યુવક પર હુમલો

આણંદના સામરખા ગામે ગત 15 ઓગસ્ટે નીકળેલ તિરંગા રેલી બાબતે ની રિસ રાખી ગતરોજ સાંજના સુમારે 3 વિધર્મી યુવકો દ્વારા એક યુવકને માર મારી ઇજાઓ પોંહચાડી હોવાની ઘટના બની હતી.

Top Stories Gujarat Others
Untitled 163 4 આણંદમાં તિરંગા રેલી અદાવત મામલે વિધર્મીઓનો યુવક પર હુમલો

આણંદના સામરખા ગામે ગત 15 ઓગસ્ટે નીકળેલ તિરંગા રેલી બાબતે ની રિસ રાખી ગતરોજ સાંજના સુમારે 3 વિધર્મી યુવકો દ્વારા એક યુવકને માર મારી ઇજાઓ પોંહચાડી હોવાની ઘટના બની હતી. જેની માહિતી મળતા sp, dysp, sog, lcb, આણંદ ગ્રામ્ય, આણંદ ટાઉન અને વિદ્યાનગરની પોલીસ પણ સામરખા દોડી આવી હતી.

Untitled 163 આણંદમાં તિરંગા રેલી અદાવત મામલે વિધર્મીઓનો યુવક પર હુમલો

અંદાજીત 25 હજારની વસ્તી ધરાવતું અને આણંદ શહેરથી નજીક આવેલું સામરખા ગામ જ્યાં ગામના યુવકો  ગત 15 ઓગસ્ટ ના રોજ તિરંગા રેલી દરમિયાન તિરંગાની સાથે ભગવા ઝંડા લઈને યુવકો દ્વારા રેલી યોજાઇ હતી.જે શાંતિ મય વાતાવરણ માં પૂર્ણ થઈ હતી પરંતુ અમુક વિધર્મી યુવાઓને આ વાત જાણે હજમ ના થઇ હોય તેમ આ બાબતની રિસ રાખી ગતરોજ મોડી સાંજે ગામના  એક હિન્દૂ સંગઠન સાથે જોડાયેલા યુવક પર હુમલો કર્યો હતો.જેમાં યુવક ને બેટ થી માર માર્યો હોવાની માહિતી ઇજાગ્રસ્ત યુવકે આપી હતી.

Untitled 164 આણંદમાં તિરંગા રેલી અદાવત મામલે વિધર્મીઓનો યુવક પર હુમલો

યુવકને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે આણંદ ના સરકારી દવાખાને ખસેડાયો હોવાની વાત વાયુવેગે ગામમાં પ્રસરી હતી.જેથી ગામના બજારમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.જોકે સમગ્ર મામલે પોલીસને જાણ થતાં sp, dysp સહિતનો પોલીસ કાફલો ગામમાં પોહચી ગયો હતો.અને સ્થિતિને નિયંત્રણમાં લઇ સમગ્ર મામલે તપાસ આરંભી હતી.ત્યારે બીજી તરફ ગામ પોલીસ છાવણી માં ફેરવાઈ ગયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. અને આખી રાત પોલીસે પેટ્રોલિંગ કરી સ્થિતિ પર કાબુ મેળવ્યો  હતો.

Untitled 165 આણંદમાં તિરંગા રેલી અદાવત મામલે વિધર્મીઓનો યુવક પર હુમલો

સમગ્ર મામલે સામરખા ગામના હિન્દૂ સંગઠન સાથે જોડાયેલા યુવા પર હુમલો થયો હોવાની વાત મળતા જ હિન્દૂ સંગઠન સાથે જોડાયેલા આગેવાનો સહિત કાર્યકરો સરકારી દવાખાને દોડી આવ્યા હતા.જ્યાં યુવક ને મળવા જતા હતા ત્યારે એક પોલીસકર્મી સાથે ઘર્ષણના દૃશ્યો પણ સર્જાયા હતા.જોકે સમગ્ર મામલાની ગંભીરતા જોતા મામલો થાળે પાડ્યો હતો.

Untitled 166 આણંદમાં તિરંગા રેલી અદાવત મામલે વિધર્મીઓનો યુવક પર હુમલો

સામરખા ગામમાં ભગવો લેહરાવવા બાબતે થયેલા ઝઘડાએ સ્થાનિકોની ચિંતામાં પણ વધારો કર્યો હતો.ગામના જ એક નાગરિકે જણાવ્યું હતું કે ગામમાં ધાર્મિક પ્રસંગ હોય કે લગ્ન પ્રસંગ મસ્જિદ પાસેથી જતા વરઘોડાના સ્પીકર બંધ કરાવી દે છે.જોકે આવી પરિસ્થિતિ ના આવે તે માટે બીજા રૂટ પરથી તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું.ગામમાં આટલી મોટી સમસ્યા સર્જાઇ હોવા છતાં ધારાસભ્ય પોતે ન આવ્યા કે કોઈ મેસેજ પણ ન મોકલાવ્યો જેથી તેમની લાગણી દુભાઈ હોવાનું પણ જણાવ્યું હતું.

જોકે સમગ્ર મામલે પોલીસે ઇજાગ્રસ્ત યુવક ની પ્રાથમિક સારવાર બાદ સમગ્ર મામલે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવશે તેવી માહિતી આપી હતી.

આ પણ વાંચો:સી. આર. પાટિલની અધ્યક્ષતામાં મળી ભાજપની બેઠક, કરાઈ આ મહત્વની ચર્ચાઓ

આ પણ વાંચો:મુકુલ વાસનિક બન્યા ગુજરાત કોંગ્રેસના પ્રભારી

આ પણ વાંચો:સુરતમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ,પરિણીતાને સાસરિયા પર લગાવ્યા ગંભીર આક્ષેપો

આ પણ વાંચો:શ્રાવણ માસના પહેલા દિવસે સ્વયંભૂ પ્રગટેલા જડેશ્વર મહાદેવના મંદિરમાં દર્શનાર્થીઓનો જમાવડો