Not Set/ આ ભારતીય ખેલાડીએ ફટકારી બેવડી સદી, કોહલી અને સચિન જેવા દિગ્ગજોને પણ છોડી ચુક્યો છે પાછળ

નવી દિલ્હી, છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ઇન્ડિયા – A ટીમના ખેલાડી મયંક અગ્રવાલે પોતાનું આગવી રમત યથાવત રાખતા દક્ષિણ આફ્રિકા-A સામે પણ બેવડી સદી ફટકારી છે. ઇન્ડિયા – A અને દક્ષિણ આફ્રિકા-A વચ્ચે રમાઈ રહેલી ઓપચારિક ટેસ્ટ મેચમાં અગ્રવાલે આ બેવડી સદી ફટકારતા પોતાની ટીમને શાનદાર શરૂઆત આપી છે. ઇન્ડિયા – A […]

Trending Sports
mayank double century sa a indiaa આ ભારતીય ખેલાડીએ ફટકારી બેવડી સદી, કોહલી અને સચિન જેવા દિગ્ગજોને પણ છોડી ચુક્યો છે પાછળ

નવી દિલ્હી,

છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ઇન્ડિયા – A ટીમના ખેલાડી મયંક અગ્રવાલે પોતાનું આગવી રમત યથાવત રાખતા દક્ષિણ આફ્રિકા-A સામે પણ બેવડી સદી ફટકારી છે. ઇન્ડિયા – A અને દક્ષિણ આફ્રિકા-A વચ્ચે રમાઈ રહેલી ઓપચારિક ટેસ્ટ મેચમાં અગ્રવાલે આ બેવડી સદી ફટકારતા પોતાની ટીમને શાનદાર શરૂઆત આપી છે.

ઇન્ડિયા – A તરફથી મેદાનમાં ઉતરેલા ઓપનર બેટ્સમેન મયંક અગ્રવાલ અને પૃથ્વી શોની જોડીએ પહેલી વિકેટ માટે ૨૩૩ રન નોધાવ્યા હતા. પૃથ્વી શોએ ૧૩૬ રન બનાવી આઉટ થયો હતો, જયારે અગ્રવાલે એક છેડો સાચવી રાખી શાનદાર બેવડી સદી ફટકારી હતી.

મયંક અગ્રવાલે ૨૦૦ રન બનાવવા માટે માત્ર ૨૨૬ બોલનો સામનો કર્યો હતો અને આ દરમિયાન ૨૮ ચોક્કા અને ૪ સિક્સર ફટકારી હતી.

ચાર દિવસીય ટેસ્ટ મેચના બીજા દિવસે ઇન્ડિયા – A તરફથી પૃથ્વીશોએ પણ સદી ફટકારી હતી. આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકા-Aની ટીમે બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દક્ષિણ આફ્રિકા-Aની ટીમે પ્રથમ ઇનિંગ્સમાં ૨૪૬ રન જ નોધાવ્યા હતા, જયારે ભારત તરફથી ઝડપી બોલર મોહમ્મદ સિરાજે ૫ વિકેટ ઝડપી હતી.

આ સાથે જ મયંક અગ્રવાલે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે જે આજ સુધી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ન તો હાલના ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી કરી શક્યા છે. અગ્રવાલે ભારતની ડોમેસ્ટિક ક્રિકેટમાં આ વર્ષે એક સિઝનમાં ૨૦૦૦ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. મયંક અગ્રવાલે આ વર્ષે વિજય હજારે ટ્રોફીની ૮ મેચોમાં ૩ સદી અને ચાર અડધી સદી ફટકારી હતી.