Not Set/ ગડકરી અને સ્વામિ પોતાની સરકાર સામે અવાજ ઉઠાવનારા નેતા

અટલજીની સાથે નહેરૂજીને લોકશાહીના આદર્શ ગણાવવાના માર્ગ પરિવહન મંત્રીના વલણથી બીજેપીમાં આશ્ચર્ય : પ્રો સ્વામીએ વિદેશ નીતિની ખામીઓ અંગે ધ્યાન દોરતા પક્ષનો એક વર્ગ નારાજ

India Trending
નીતિન ગડકરી અટલજી

ભારતમાં ઘણા રાજકારણીઓ એવા હોય છે જે ગમે ત્યારે ગમે તે બોલતા હોય છે શાસક પક્ષ ભાજપમાં પણ બે એવા નેતા બીરાજમાન છે કેન્દ્રના માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી એ તાજેતરમાં એવી વાત કરી કે ભારતમાં બે એવા નેતા હતા જેમણે લોકશાહીને પોતાનો આદર્શ માન્યો હતો. વડાપ્રધાન પદે પહોંચેલા આ બન્ને નેતાઓ હતા પંડિત જવાહરલાલ નહેરૂ અને અટલજી વાજપાયી, નીતિન ગડકરી અટલજી વિષે વખાણ અને પ્રશંસા કરે તે તો સમજ્યા, પણ જ્યારે તેમણે નહેરૂની પ્રશંસા કરી ત્યારે ભાજપના ઘણા નેતાઓનાં ભવા ચડી ગયા હતા. બીજા એવા નેતા છે સુબ્રમણ્યમ સ્વામી કેન્દ્રમાં પ્રધાન પદ ભોગવી ચૂકેલા અને છેલ્લા કેટલાંક સમયથી સરકારને સાચે સાચુ સંભળાવી દેનારા આ નેતાએ અફઘાનિસ્તાન સહિતની બાબતો અંગે સરકારની વિદેશ નીતિ અગાઉના વિદેશ મંત્રી સ્વ.સુષ્મા સ્વરાજ કરતાં ઘણી ઢીલી પડે છે અને બીન અસરકારક છે.

himmat thhakar 1 ગડકરી અને સ્વામિ પોતાની સરકાર સામે અવાજ ઉઠાવનારા નેતા

જો કે ડો.સ્વામીની ટીકા એ બાબતમાં હતી કે, અફઘાનિસ્તાનમાં તાલીબાન શાસનમાં ફસાયેલા ભારતીઓને પરત લાવવામાં થોડો વિલંબ થયો હતો. જો કે આ ટીકા કેન્દ્ર પર અસર થઈ છે અને છેલ્લા બે-ત્રણ દિવસમાં તો ત્યાંથી સાડા ત્રણસોથી વધુ લોકોને એરલિફ્ટ કરાયા છે જેમાં અફઘાની નાગરિકોનો પણ સમાવેશ થાય છે.

nitin gadkari ગડકરી અને સ્વામિ પોતાની સરકાર સામે અવાજ ઉઠાવનારા નેતા

પહેલા નીતિન ગડકરી ની વાત કરીએ તો તે સંઘનાં આગેવાન છે. નાગપુરના જ સાંસદ છે જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વડુ મથક છે. નીતિન ગડકરી સીધા સંસદ સભ્ય બન્યા નથી. તેઓ જમીની સ્તરનાં નેતા છે તેમણે ભૂતકાળમાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસ એનસીપીની મીશ્ર સરકાર સતત ત્રણ ટર્મ સુધી સત્તા પર હતી તે સમયગાળામાં વિરોધ પક્ષના નેતા તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમણે કહ્યું છે કે, પોતે જ્યારે વિપક્ષી નેતા હતા ત્યારે ગૃહની કાર્યવાહી ઘણીવાર થંભાવી દેવામાં આગેવાની લીધી હતી. તે વખતે અટલજી એ તેમને બોલાવીને કહેલું કે, આપણે ચર્ચામાં ભાગ લઈ અવાજ રજૂ કરવો જોઈએ. અટલજી પોતે પણ લાંબો સમય વિપક્ષમાં બેઠા છે, અને તેમની અસરકારક રજૂઆતોને સરકારને પણ ધ્યાન આપવું પડ્યું છે. અટલજીએ ક્યારેય વડાપ્રધાન તરીકે કે વિપક્ષના નેતા કે સાંસદ તરીકે શાસક પક્ષના કોઈ નેતા પર પ્રહારો કર્યા નહોતા કે કયારે પણ ખોટી આક્ષેપબાજી કરી નહોતી ક્યારેય હોબાળાનાં ભાગીદાર બન્યા નહોતા. તેઓ વોકઆઉટ કરતા હતા પણ તેમણે સંસદની કાર્યવાહી થંભાવી દેવાનો પ્રયાસ ભાગ્યે જ કર્યો હતો. નીતિન ગડકરીએ પંડિત નહે‚ની એ વાતને બીરદાવી કે તેમણે વિપક્ષને હંમેશા માન આપ્યું છે. જો કે આ અંગે તેમણે કોઈ દાખલો આપ્યો નથી પણ આપણે એક પ્રસંગને યાદ કરીએ કે જ્યારે અટલજીએ જે-તે વખતના જનસંઘના સાંસદ તરીકે જમ્મુ કાશ્મીરની સ્થિતિ અંગે અસરકારક પ્રવચન આપ્યું હતું તેની તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂએ પ્રશંસા કરી હતી અને અટલજી ની પીઠ થાબડી કહ્યું હતું કે આ યુવાન ભવિષ્યમાં વડાપ્રધાન બની શકે છે નહેરૂજીએ ૧૯૫૯માં કરેલી ભવિષ્ય વાણી ૧૯૯૬થી ૧૯૯૯ સુધીનાં સમયગાળામાં સાચી પડી. અટલજી વડાપ્રધાન હતા ત્યારે પણ તેમણે ક્યારેય વિપક્ષી સભ્યને બોલતા રોક્યા ન હોતા. કોઈ પણ પ્રશ્ર્નની ચર્ચાનો જવાબ આપતા હોય ત્યારે પણ તેઓ મુદ્દાસર જવાબ આપતા હતા. ૧૯૯૬માં પ્રથમવાર વડાપ્રધાન બન્યા અને બહુમતી સાબીત નહિ થાય તેવું લાગતા જે પ્રવચન આપ્યું તે સંસદનું એક યાદગાર હકારાત્મક પ્રવચન બની રહ્યું છે. ૧૯૯૯થી ૨૦૦૪ સુધી વડાપ્રધાન હતા ત્યારે રાષ્ટ્રપતિનાં પ્રવચન અંગે આભાર માનતી દરખાસ્ત પર ચર્ચાનો જવાબ હોય કે અન્ય કોઈ બાબત હોય પણ તેમણે મુદ્દાસર જવાબ આપ્યો છે. વિપક્ષના કોઈ પ્રશ્ન  અંગે ક્યારેય પોતે એમ કહ્યું નથી કે આ પ્રશ્ન અગાઉની સરકારની દેણ છે. તેમણે ક્યારેય એમ પણ કહ્યું નથી કે આટલા વર્ષમાં જે નથી થયું તે મેં કરી બતાવ્યું છે.

રોબોટ 2 ગડકરી અને સ્વામિ પોતાની સરકાર સામે અવાજ ઉઠાવનારા નેતા
જ્યારે ડો.સુબ્રમણ્યમ સ્વામી ભાજપના જ છે અને એવા નેતા છે કે, જેઓએ નાણામંત્રી તરીકે સ્વ. અરુણ જેટલીએ લીધેલા કેટલાક નિર્ણયોની સરેઆમ જાહેર ટીકા કરી છે. તો અત્યારે તેઓ વિદેશ મંત્રી જયશંકરની ટીકા કરે છે સરકારે લીધેલા નિર્ણયો અંગે અવાર નવાર મુદ્દાસર બાબતો રજૂ કરી ધ્યાન ખેંચતા રહે છે. જરૂર પડે ટીકા અને પ્રહારો કરે છે. આનો અર્થ એવો ન કરી શકાય કે તેઓને હોદ્દો નથી મળ્યો માટે સરકારની ટીકા કરે છે. ડો. સ્વામી માટે એક વાત કહેવી પડે કોંગ્રેસના ઈનચાર્જ અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પૂર્વ નાણાં પ્રધાન પી.ચીદમ્બરમ સામે કાયદાની તલવાર લટકતી રાખી છે અને તેથી જ તો વડાપ્રધાન મોદી સહિતના ભાજપના ઘણા નેતાઓ આ ત્રણે’યને કોંગ્રેસના જામીન પર છૂટેલા નેતાઓ કહે છે. બીજી આ બાબત અંગે નોંધપાત્ર બાબત એ છે કે, આ ડો.સ્વામી વિષે વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ક્યારેય ઘસાતું બોલ્યા નથી કે તેમના સરકાર વિરોધી વિધાનો બાબતમાં કારણ દર્શક નોટીસ પણ આપી નથી. આ ઉપરાંત કેટલીક બાબતોમાં આ બન્ને નેતાઓનાં મંતવ્યો પર ધ્યાન આપવામાં આવ્યું છે. આ બાબત જ તેમની સચ્ચાઈનો પૂરાવો છે.રોબોટ 3 ગડકરી અને સ્વામિ પોતાની સરકાર સામે અવાજ ઉઠાવનારા નેતા

આ ઉપરાંત અત્યારે રાજકારણમાં સક્રિય નથી અને બોફર્સ કૌભાંડ અને મહારાષ્ટ્રમાં એ.આર.અંતુલેના સીમેન્ટ કૌભાંડને બહાર લાવી તેની તલસ્પર્શી વિગતો જાહેર કરવામાં મહત્વની ભૂમિકા ભજવનારા અને અટલજીની સરકારમાં મંત્રી રહી ચૂકેલા ઈન્ડિયન એક્સપ્રેસ અખબાર જૂથના પૂર્વ તંત્રી અરૂણ શૌરી પણ ઘણી વાર કેટલીક વાર સરકારની ભૂલો પ્રત્યે ધ્યાન દોરતા રહે છે. હકિકતમાં આ જ સાચી લોકશાહી છે. વિપક્ષ વાળા તો સરકારની ટીકા કરે તે નવું નથી કારણ કે તેમને એ સિવાય બીજું કશું કરવાનું નથી.

ફરી પાછા ગડકરીની વાત કરીએ તો પોતાને જે ખાતું સોંપવામાં આવ્યું તેમાં કામગીરી કરીજ છે. માર્ગ પરિવહન બાબતમાં તેમણે અત્યાર સુધીનાં કોઈ માર્ગ પરિવર્તન મંત્રી કરતાં શ્રેષ્ઠ કામગીરી કરી છે તે નોંધવું જ પડે.

વિશ્લેષણ / તેલંગણામાં ટી.આર.એસ. સરકારનું દલિત કાર્ડ
વિશ્લેષણ / તાલિબાનો ચીન – પાક સામે બની શકે છે ભસ્માસૂર

રાજકીય વિશ્લેષણ / નામકરણ, વિવિધ સરકારોની ‘ફઈબા’ જેવી ભૂમિકા

ટોક્યો ઓલિમ્પિક્સ / હરિયાણા બને છે રમતગમત મોરચે રોલ મોડલ