Not Set/ Google એ લોન્ચ કરી નવી સર્વિસ, હવે નહી મળે ફ્રીમાં સ્ટોરેજ, આપવા પડશે આટલા રૂપિયા

ગૂગલે પોતાની નવી સેવા ભારતમાં લોન્ચ કરી છે. Google One નામની આ સેવા લોન્ચ કરવામાં આવી છે. આ સર્વિસમાં Google Photos, Gmail  અને Google Drive જેવી એપમાં ૧૦૦ જીબી થી ૩ ટીબી  સુધીના પ્લાન જે કલાઉડ સ્ટોરેજ માટે બનાવવામાં આવ્યા છે. ગૂગલ કંપનીએ જણાવ્યું છે કે ભારતમાં ૧૦૦ જીબી, ૨ ટીબી અને ૩૦ ટીબીનાં પ્લાન […]

Trending Tech & Auto
new Google એ લોન્ચ કરી નવી સર્વિસ, હવે નહી મળે ફ્રીમાં સ્ટોરેજ, આપવા પડશે આટલા રૂપિયા

ગૂગલે પોતાની નવી સેવા ભારતમાં લોન્ચ કરી છે. Google One નામની આ સેવા લોન્ચ કરવામાં આવી છે.

આ સર્વિસમાં Google Photos, Gmail  અને Google Drive જેવી એપમાં ૧૦૦ જીબી થી ૩ ટીબી  સુધીના પ્લાન જે કલાઉડ સ્ટોરેજ માટે બનાવવામાં આવ્યા છે.

ગૂગલ કંપનીએ જણાવ્યું છે કે ભારતમાં ૧૦૦ જીબી, ૨ ટીબી અને ૩૦ ટીબીનાં પ્લાન આપવામાં આવશે. આ પ્લાનની કિમત ૧૦૦ જીબી માટે ૧૩૦ રૂપિયા પ્રતિ મહિનો, ૨ ટીબી માટે ૬૫૦ રૂપિયા પ્રતિ મહિનો અને ૩૦ ટીબી માટે ૧૯,૫૦૦ રૂપિયા પ્રતિ મહિનો રાખવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ સર્વિસના લીધે ગૂગલના કોર્પોરેટ એકાઉન્ટને કોઈ અસર નહિ થાય.

આ સર્વિસને ધીમે –ધીમે દુનિયાભરમાં લાગુ પાડવામાં આવશે. ભારતમાં આ સર્વિસ હમણાં જ લોન્ચ કરવામાં આવી છે જયારે અમેરિકામાં આ સર્વિસ ઓગસ્ટ મહિનામાં જ લોન્ચ કરવામાં આવી હતી.

ગૂગલે આ સર્વિસમાં ફેમીલી પ્લાનનો પણ સમાવેશ કર્યો છે જેમાં એક યુઝર તેનો સ્ટોરેજ પ્લાન તેના પરિવારના બીજા ૫ મેમ્બર સાથે શેર કરી શકશે.