Not Set/ મોદી સરકાર દેશની સૌથી મોટી NPA : કોંગ્રેસ નેતા કપિલ સિબલ

દિલ્હી: ભારતની વર્તમાન સરકાર દેશની સૌથી મોટી NPA (નોન પ્રોફિટ એસેટ) છે તેવો આક્ષેપ કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીયમંત્રી કપિલ સિબલે જણાવ્યું છે. કોંગ્રેસના સિનિયર નેતાએ આ આક્ષેપ પોતાના દ્વારા તૈયાર કરાયેલી બુકના વિમોચન પ્રસંગે કરી હતી. કોંગેસના સિનિયર નેતા કપિલ સિબલે એક બુક લખી છે, અને તેમાં એવો આરોપ મૂક્યો છે કે, દેશની […]

Top Stories India Trending Politics
Modi Government is the India’s most largest NPA: Kapil Sibal

દિલ્હી: ભારતની વર્તમાન સરકાર દેશની સૌથી મોટી NPA (નોન પ્રોફિટ એસેટ) છે તેવો આક્ષેપ કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીયમંત્રી કપિલ સિબલે જણાવ્યું છે. કોંગ્રેસના સિનિયર નેતાએ આ આક્ષેપ પોતાના દ્વારા તૈયાર કરાયેલી બુકના વિમોચન પ્રસંગે કરી હતી.

કોંગેસના સિનિયર નેતા કપિલ સિબલે એક બુક લખી છે, અને તેમાં એવો આરોપ મૂક્યો છે કે, દેશની સૌથી મોટી એનપીએ ખુદ મોદી સરકાર છે. કપિલ સિબલે શેડઝ ઓફ ટ્રૂથ નામની બુક લખી છે અને આજે તે રિલીઝ થઈ છે.

આ બુકમાં મોદી સરકારનાં 4 વર્ષનાં લેખાજોખા બતાવાયા છે. મોદી સરકારની તમામ મોરચે નિષ્ફળતા પર તેમાં ખાસ ફોકસ કરવામાં આવ્યું છે. કપિલ સિબલે લખ્યું છે કે, મિશ્ર સરકારોની કામગીરી ખૂબ જ સારી રહી છે. ઈતિહાસ સાક્ષી છે કે, દેશમાં બહુમતિવાળી સરકારો કોઈ કામ કરતી નથી. હિન્દુસ્તાન ટાઈમ્સ અખબારને કપિલ સિબ્બલે આપેલી ખાસ મુલાકાતમાં તેમણે ઘણી રસપ્રદ વાતો કરી છે.

કપિલ સિબલે કહ્યું છે કે,  મોદી શાસનના ચાર વર્ષની કામગીરીની એનાલિસિસ કરવામાં આવી છે અને લોકોને માહિતગાર કરવાની જરૂર છે કે, આ સરકારે કોઈ કામગીરી જ કરી નથી. આ બુકનું ભાષાંતર હિન્દીમાં પણ કરવામાં આવશે. જેથી દેશનાં તમામ હિન્દીભાષી લોકો તેને વાંચીને મોદી સરકારની નિષ્ફળતાથી વાકેફ થઈ શકે. તમારી નજરે મોદી સરકારની સૌથી મોટી નિષ્ફળતા શું છેં તેવા પ્રશ્નના જવાબમાં સિબલે કહ્યું છે કે, મોદી સરકાર આ દેશના સૌથી મોટી ‘એનપીએ’ છે.

ચૂંટણીઓ તો સપના વેચીને જીતી જ શકાય છે તેમ કહીને સિબ્બલે કહ્યું કે, ખોટા વચનો અને સપનાઓ  બતાવીને ચૂંટણીઓ જીતવામાં આવી છે. યુપીમાં નોટબંધી બાદ ભાજપની જીત થઈ હતી તેવા પ્રશ્નના જવાબમાં સિબલે કહ્યું હતું કે, એ સમયે વિપક્ષ વિભાજીત હતો પરંતુ જો વિપક્ષ એક હોત તો યુપીમાં એમને જીત મળત જ નહી.