Not Set/ અમેરિકાએ આપી આર્થિક પ્રતિબંધોની ધમકી, તુર્કીનાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, એ તો કહ્યા કરે !!

ઉત્તર સીરિયામાં તુર્કીની લશ્કરીvr કાર્યવાહી અને નાગરિકોને નિશાન બનાવવાની ચિંતા વ્યક્ત કરતાં અમેરિકાએ હવે તેના પર આર્થિક પ્રતિબંધો લાદવાની ધમકી આપી છે. યુએસના વિદેશ સચિવ સ્ટીવન ન્યુચિને કહ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં આદેશ પર હસ્તાક્ષર કરશે કે, જે નાણાં મંત્રાલયને તુર્કી પર પ્રતિબંધ મૂકવાની મંજૂરી આપશે. તેમણે કહ્યું કે, અમે તુર્કી સરકાર […]

Top Stories World
pjimage 19 અમેરિકાએ આપી આર્થિક પ્રતિબંધોની ધમકી, તુર્કીનાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, એ તો કહ્યા કરે !!
ઉત્તર સીરિયામાં તુર્કીની લશ્કરીvr કાર્યવાહી અને નાગરિકોને નિશાન બનાવવાની ચિંતા વ્યક્ત કરતાં અમેરિકાએ હવે તેના પર આર્થિક પ્રતિબંધો લાદવાની ધમકી આપી છે. યુએસના વિદેશ સચિવ સ્ટીવન ન્યુચિને કહ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં આદેશ પર હસ્તાક્ષર કરશે કે, જે નાણાં મંત્રાલયને તુર્કી પર પ્રતિબંધ મૂકવાની મંજૂરી આપશે. તેમણે કહ્યું કે, અમે તુર્કી સરકાર અને તેની સાથે સંકળાયેલ કોઈપણ સંસ્થા અથવા વ્યક્તિ સાથે આર્થિક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવીશું.
તેમણે કહ્યું કે આ બંને પ્રાથમિક અને ગૌણ પ્રતિબંધો હશે. તુર્કીને સૂચના આપતા ન્યુચિને કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સીરિયામાં નાગરિકોને નિશાન બનાવવાથી ચિંતીત છે. યુએસ મંત્રીએ કહ્યું કે, નાગરિકોનાં સ્થાપનોને તોડી પાડતા હુમલાઓ દ્વારા સીરિયામાં ધાર્મિક લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ તે સ્પષ્ટ કરવા માંગે છે કે, એક પણ આઈએસ આતંકવાદી તુર્કીની કાર્યવાહીમાં ભાગ લઈ શકશે નહીં. જો કે, ન્યૂચિને એમ પણ કહ્યું હતું કે, હાલમાં તુર્કી પર કોઈ પ્રતિબંધ નથી. તેમણે કહ્યું કે, ‘અમે આ સમયે કોઈ નિયંત્રણો મૂકી રહ્યા નથી. પરંતુ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે, તેઓ ટૂંક સમયમાં આવા આદેશ આપી શકે છે. ‘
આ દરમિયાન તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તાયબ એર્દોઆને કહ્યું હતું કે, તેઓ ઉત્તર સીરિયામાં કુર્દિશ લડવૈયાઓ સામેની કાર્યવાહી બંધ નહીં કરે. આ સાથે તેમણે યુ.એસ. સહિત અન્ય ઘણા દેશોની ચેતવણીઓને પણ નજરઅંદાજ કરી હતી. ઇસ્તંબુલમાં એક ભાષણમાં એર્દોઆને કહ્યું કે, ‘કોઈ કાંઈ બોલી શકે છે, પરંતુ અમે જે પગલાં લીધાં છે. તેનાથી પાછળ નહીં વળીશું.’
એર્દોઆને આ હુમલો ચાલુ રાખવાની વાત કરતા કહ્યું કે, તમામ પ્રકારની ચેતવણીઓ જમણી અને ડાબી બંને બાજુથી આવતી હતી. જ્યાં સુધી અમે અમારી સરહદથી 32 કિલોમીટર દૂર આતંકવાદીઓને પાછળ નહીં ઘકેલી દઇએ ત્યાં સુધી અમે અમારા પગલા પાછા નહીંએ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.