Surat/ પહેલીવાર કોઈ પાર્ટીએ ભાજપને આંખ બતાવી છે : કેજરીવાલ

પહેલીવાર કોઈ પાર્ટીએ ભાજપને આંખ બતાવી છે : કેજરીવાલ

Top Stories
corona 54 પહેલીવાર કોઈ પાર્ટીએ ભાજપને આંખ બતાવી છે : કેજરીવાલ

આમ આદમી પાર્ટી કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં સારૂ પ્રદર્શન કર્યા બાદ અને આમ આદમી પાર્ટીને સુરત મહાનગરપાલિકામાં મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે ચૂંટાયા પછી અરવિંદ કેજરીવાલ સુરતમાં આજે રોડ શો કરવા જઇ રહ્યા છે. કેજરીવાલ સુરત પહોંચી ગયા છે. અહીં આપના કાર્યકર્તાઓએ સુરત એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું.

આ અગાઉ સુરત પહોંચેલા કેજરીવાલે કહ્યું હતું કે પહેલીવાર કોઈ પાર્ટીએ ભાજપને આંખ બતાવી છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં  25 વર્ષથી ભાજપે  અન્ય પાર્ટીઓનું નિયંત્રણ કર્યું છે.

કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં ભાજપ 25 વર્ષથી સત્તામાં છે, એટલા માટે નહીં કે તે એક મહાન પાર્ટી છે. તેમણે કહ્યું કે ભાજપે અહીંના લોકોને અલગ કરીને નિયંત્રણમાં રાખ્યા છે. અરવિંદ કેજરીવાલ સુરતમાં આજે બપોરે 3:30 કલાકે રોડ શોની શરૂઆત કરવામાં આવશે. વરાછા- કતારગામનાં વિસ્તારમાં તથા વરાછા, મીનીબઝાર, માનગઢ ચોકથી રોડ-શો કરવામાં આવશે  એટલે કે માનગઢ ચોકથી  તક્ષશિલા કોમ્પ્લેક્ષ, વરાછા રોડ સુધી થશે. આ રોડ શો સાત કિલોમીટર લાંબો હશે જે  દરમિયાન પાલિકા-પંયાચતની ચૂંટણીને લઈ પ્રચાર કરશે. જ્યારે રોડ શો પૂરા થયા બાદ અરવિંદ કેજરીવાલ કાર્યકરોને સંબોધશે.

નોંધનીય છે કે મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપ એ સુરતમાં 27 બેઠકો જીતી છે. સુરત મહાનગર પાલિકાની કુલ 120 બેઠકોમાંથી ભાજપે 93 અને આપને 27 બેઠકો મળી હતી. આપની 27 બેઠકો સાથે મુખ્ય વિપક્ષી પાર્ટી બની છે. જયારે કોંગ્રેસ ત્યાં પણ પોતાનો ઝંડો ગાડી શકી ન હતી. સુરતની જનતાએ કોંગ્રેસને પરથી પોતાનો વિશ્વાસ ના મુકતા આપને વિપક્ષનાં સ્થાન પર બેસાડી છે. જેનાથી ખુશ થઈને  અરવિંદ કેજરીવાલ લોકોનો આભાર માનવા આવ્યા છે. આગામી વર્ષના અંત સુધીમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાવાની છે.  તેના પર પણ આમ આદમી પાર્ટી નજર રાખી રહ્યા છે.