Not Set/ રાજ ઠાકરેએ પીએમ મોદી પર કર્યા પ્રહારો, જાણો શું કહ્યું ?

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. એક ખાનગી ન્યુઝ ચેનલ સાથેની ખાસ વાતચીતમાં રાજ ઠાકરેએ પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું, ૨૦૧૯ ની ચુંટણી માટે મોદીનો પ્લાન શું છે દાઉદ, રમખાણો કે કારગીલ જેવું યુદ્ધ ? રાજ ઠાકરેએ કહ્યું, મળતી માહિતી મુજબ ૨૦૧૯ ની ચુંટણી માટે બીજેપી […]

Top Stories

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. એક ખાનગી ન્યુઝ ચેનલ સાથેની ખાસ વાતચીતમાં રાજ ઠાકરેએ પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું, ૨૦૧૯ ની ચુંટણી માટે મોદીનો પ્લાન શું છે દાઉદ, રમખાણો કે કારગીલ જેવું યુદ્ધ ?

રાજ ઠાકરેએ કહ્યું, મળતી માહિતી મુજબ ૨૦૧૯ ની ચુંટણી માટે બીજેપી સરકારની તૈયારી છે કે, દાઉદને પાકિસ્તાનથી ભારત લાવામાં આવશે અને દાવો કરવામાં આવશે કે, દશકાઓ બાદ પીએમ મોદીએ આ કાર્યમાં સફળતા મેળવી છે.

રાજ ઠાકરેએ વધુમાં જણાવતા કહ્યું, હકીકતમાં દાઉદ પોતે જ ભારત આવવા માંગે છે, કારણકે તેનું સ્વાસ્થ્ય સારું નથી અને તે જીવનનો છેલ્લો સમય ભારતમાં પસાર કરવા માંગે છે. પરંતુ કોઈ કારણસર બીજેપી સરકાર આ કાર્યમાં સફળ ન થઇ તો તેમનો પ્રયત્ન રમખાણો કે કારગિલ જેવા યુદ્ધનો ઉપયોગ કરીને ચુંટણી જીતવાનો રહેશે.

ઠાકરેએ જણાવ્યું હતું કે, જો અમદાવાદને બુલેટ ટ્રેનની જરૂર હોય તો સમગ્ર દેશને આ જરૂરિયાત માટે શા માટે હાંસલ કરવી જોઈએ? તે ફક્ત અમદાવાદમાં દેવુંનું બોજ નહીં લેશે. તે સમગ્ર દેશને માટે સુયોજિત થવું જોઈએ. ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર અથવા મહારાષ્ટ્ર જેવા રાજ્યોને કયા કારણોસર આ દેવા હેઠળ દબાવવામાં આવ્યા છે. તેથી, તેઓ પ્રયત્ન કરશે કે, મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેની એક ઈંટ પણ નહિ લગાવવા દે.