ઝારખંડ હાઇકોર્ટ/ ભરણપોષણ માટે પત્નીએ લગ્નનો પુરાવો આપવાની જરુર નથી, ઝારખંડ હાઈકોર્ટે કર્યો આદેશ

રાંચીની ફેમિલી કોર્ટે વિવાદિત કેસની સુનવણી કરતા પતિને નિર્દેશ આપ્યો હતો કે, પતિએ પત્નીને દર મહિને પાંચ હજાર રુપિયા ભરણપોષણ પેટે ચુકવવાના રહેશે.

Top Stories India
YouTube Thumbnail 39 1 ભરણપોષણ માટે પત્નીએ લગ્નનો પુરાવો આપવાની જરુર નથી, ઝારખંડ હાઈકોર્ટે કર્યો આદેશ

રાંચીની ફેમિલી કોર્ટે વિવાદિત કેસની સુનવણી કરતા પતિને નિર્દેશ આપ્યો હતો કે, પતિએ પત્નીને દર મહિને પાંચ હજાર રુપિયા ભરણપોષણ પેટે ચુકવવાના રહેશે. ત્યારે પતિએ આ નિર્દેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

ઝારખંડ હાઈકોર્ટે વાસ્તાવમાં સુનવણીમાં ચુકાદો આપતા કહ્યું કે, પત્નીના સ્વરુપમાં રહેતી મહિલાએ ભરણપોષણ માટે લગ્નના નક્કર પુરાવા આપવા જરુરી નથી. કોર્ટ કહ્યું, આવા કેસમાં જ્યારે પુરાવા રેકોર્ડ પર હોય ત્યારે આપવા જરુરી નથી. આ સાથે જ કોર્ટે રાંચી ફેમિલી કોર્ટના આદેશને પડકારતી પતિની અરજીને ફગાવી દીધી છે. શું છે આ મામલો ચાલો જાણીએ.

શું છે આ સમગ્ર મામલો?
વાસ્તવમાં, રાંચીની ફેમિલી કોર્ટે વિવાદના એક કેસની સુનાવણી દરમિયાન પતિએ પત્નીને દર મહિને 5,000 રૂપિયા ભરણપોષણ આપવાનો આદેશ આપ્યો હતો. ફેમિલી કોર્ટના આ નિર્ણયને પતિ રામકુમાર રવિએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. કોર્ટે તેનું માસિક ભરણપોષણ 5,000 રૂપિયાથી ઘટાડીને 3,000 રૂપિયા કર્યું પરંતુ હાલમાં તે અરજી ફગાવી દેવામાં આવી છે. પત્નીએ આરોપ લગાવ્યો છે કે, પતિને વિકલાંગ અનામત શ્રેણીમાં સરકારી નોકરી મળી હતી. જે પછી પતિએ તેને છોડી દીધી છે.

કોર્ટે વૈવાહિક સંબંધોનો કર્યો ઉલ્લેખ
મેટ્રિમોનિયલ કેસની સુનાવણી દરમિયાન, ઝારખંડ હાઈકોર્ટે પતિ-પત્ની વચ્ચેના સંબંધો અંગેના નિર્ણયમાં ધાર્મિક ગ્રંથોને ટાંક્યા હતા. જસ્ટિસ સુભાષ ચંદે 25 પાનાના આદેશમાં, ભારતમાં મહિલાઓ લગ્ન પછી તેમના પતિના પરિવાર સાથે કેવી રીતે રહેવા આવે છે. તેના પર તેમના મંતવ્યો વ્યક્ત કરવા માટે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ટાંક્યા હતા. જસ્ટિસ ચંદે પોતાના આદેશમાં ઋગ્વેદ, યજુર્વેદ, મનુસ્મૃતિના અવતરણો પણ ટાંક્યા અને ટેરેસા ચાકોના પુસ્તક ‘ઇન્ટ્રોડક્શન ટુ ફેમિલી લાઇફ એજ્યુકેશન’ પણ ટાંક્યા હતા.

ભારત પશ્ચિમના દેશો જેવું નથી
જસ્ટિસ સુભાષ ચંદે કહ્યું હતું કે, પશ્ચિમી દેશોમાં પુત્ર લગ્ન પછી પરિવારથી અલગ થઈ જાય છે. પરંતુ ભારતમાં આવું નથી. સર્વોચ્ચ અદાલતના ચુકાદાને ટાંકીને જસ્ટિસ ચાંદે જણાવ્યું હતું કે, લગ્ન પછી પત્નીએ તેના પતિના પરિવાર સાથે રહેવું પડે છે સિવાય કે તેમના અલગ થવાનું કોઈ મજબૂત વાજબી કારણ હોવું જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આજના દિવસે શા માટે આપણે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરીએ છીએ

આ પણ વાંચો: 26 જાન્યુઆરી : ગણતંત્ર દિવસની પરેડમાં વિવિધ ઝાંખીનું આર્કષણ, રામલલા અને ગુજરાતની ઝાંખી ખેંચશે ધ્યાન