Not Set/ ફરેણી રોડ પર દારૂનો ખુલ્લે આમ વેપલો, દારૂડીયાઓ કરે છે મનફાવે તેવું વર્તન

રાજકોટ, એક તરફ ગુજરાતમાં દારુબંધી છે. તો બીજી તરફ ધોરાજીમાં આવેલ ફરેણી રોડ વિસ્તારમાં દેશી દારૂનુ ખુલ્લે આમ વેચાણ થઇ રહ્યુ છે. જેના કારણે આસપાસના લોકો પરેશાન થઇ રહ્યા છે. ધોરાજીનાં બસ સ્ટેન્ડ પાસે આવેલ ફરેણી રોડ વિસ્તાર એવો અને નગરપાલિકાનો નવ નંબર વિસ્તાર એટલે ફરેણી રોડ જયાં રહેનાર લોકો હાલ ત્યા ચાલતાં દેશી દારૂનો […]

Top Stories Gujarat Others
mantavya 324 ફરેણી રોડ પર દારૂનો ખુલ્લે આમ વેપલો, દારૂડીયાઓ કરે છે મનફાવે તેવું વર્તન

રાજકોટ,

એક તરફ ગુજરાતમાં દારુબંધી છે. તો બીજી તરફ ધોરાજીમાં આવેલ ફરેણી રોડ વિસ્તારમાં દેશી દારૂનુ ખુલ્લે આમ વેચાણ થઇ રહ્યુ છે. જેના કારણે આસપાસના લોકો પરેશાન થઇ રહ્યા છે.

ધોરાજીનાં બસ સ્ટેન્ડ પાસે આવેલ ફરેણી રોડ વિસ્તાર એવો અને નગરપાલિકાનો નવ નંબર વિસ્તાર એટલે ફરેણી રોડ જયાં રહેનાર લોકો હાલ ત્યા ચાલતાં દેશી દારૂનો ખુલ્લે આમ વેપલો બે રોક ટોક ચાલતો હોય અને મહીલા ઓને ગામમાં હટાણુ કરવા કે પોતાના સંતાનોને શાળાએ જવા માટે અને એજ વિસ્તારમાં રહેવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે.

કારણ ફક્ત એજ વિસ્તારમાં ચાલતો દેશી દારૂનો વેપલો દારૂ પીને દારૂડીયાઓ દાદાગીરી અને બેફામ વાણી વિલાસ કરતાં હોય અને મનફાવે તેવું વર્તન કરે છે, તથા દારૂ પીને ગમે તે જગ્યાએ રખડતાં ભટકતાં હોય અને દારૂનાં નશામાં ત્યા સૂઈ જાય છે.

તો આ બાબતે સ્થાનિક લોકોએ ઘણીવાર દેશી દારૂનો વેપલો કરનારને રજુઆત કરી અને દેશી દારૂનો વેપલો બંધ કરવા માટે આજીજી કરી પણ દેશી દારૂનો વેપલો બંધ કરવામાં આવ્યો નથી.

જેથી ના છૂટકે ફરેણી રોડ વિસ્તારની મહીલાઓ અને બાળકો પહોંચ્યા ધોરાજી પોલીસ મથકે અને આવા દારૂડીયા અને વેચનાર ઓના ત્રાસથી આપો છુટકારો અને કરો કાયદેસર કાર્યવાહી કરો એવી માંગ સાથે ધોરાજીનાં પોલીસ મથકે પહોંચીને પોતાની વ્યથા ઠાલવી હતી.

ઉલ્લેખનીય છે કે દારૂનુ ખુલ્લે આમ વેચાણ થઇ રહ્યુ છે. ત્યારે પોલીસ શુ કરી રહી છે? એ પણ એક સવાલ બનીને રહી ગયો છે અને હવેએ જોવાનું રહેશે કે આ ખુલ્લેઆમ ચાલતા દારૂના વેપલા પર કેટલી જલ્દી કાર્યવાહી થાય છે.