વિવાદ/ હદ છે બાકી બે શિક્ષકોના ઝઘડામાં સ્કુલને તાળા વાગ્યા!!!

@ રીયાઝ કુરેશી , મંતવ્ય ન્યૂઝ.  નસવાડી તાલુકાના પાલા ગામની પ્રાથમિક શાળામાં બે શિક્ષકોના વારંવાર ઝગડાને લઈને બાળકોના અભ્યાસ પર અસર થતા ગ્રામજનોએ શાળાને તાળા બંદી કરી હતી. પાલા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોના વચ્ચે ચાલુ શિક્ષણ કાર્યમાં વિદ્યાર્થીઓની સામે અનેક વાર તકરારો થતી હતી ગામનો લોકો નાની બાબત સમજીને નકારી દેતા પણ ધીમે […]

Gujarat
IMG 20210723 WA0039 હદ છે બાકી બે શિક્ષકોના ઝઘડામાં સ્કુલને તાળા વાગ્યા!!!

@ રીયાઝ કુરેશી , મંતવ્ય ન્યૂઝ. 

નસવાડી તાલુકાના પાલા ગામની પ્રાથમિક શાળામાં બે શિક્ષકોના વારંવાર ઝગડાને લઈને બાળકોના અભ્યાસ પર અસર થતા ગ્રામજનોએ શાળાને તાળા બંદી કરી હતી.

પાલા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોના વચ્ચે ચાલુ શિક્ષણ કાર્યમાં વિદ્યાર્થીઓની સામે અનેક વાર તકરારો થતી હતી ગામનો લોકો નાની બાબત સમજીને નકારી દેતા પણ ધીમે ધીમે વાત વધુ ઝગડામા ફેરવાતા બાળકોના અભ્યાસ પર અસર થવા લાગી શિક્ષણમા બાળકો નબળા થતા જોવા મળ્યા જેને લઈને ગામના લોકો એ અનેક વાર શિક્ષકોને સમજાવ્યા પણ સમસ્યા વધતી ગઈ

પાલા ગામમા અંદાજીત 3000 જેટલી વસ્તી ધરાવતું ગામ છે જ્યાં 230 જેટલા બાળકો ગામની શાળામાં અભ્યાસ કરે છે શાળામાં 1થી 8 ના વર્ગો ચાલે છે હાલતો શાળામાં તાળાં લટકતા જોવા મળે છે

IMG 20210723 WA0040 હદ છે બાકી બે શિક્ષકોના ઝઘડામાં સ્કુલને તાળા વાગ્યા!!!

7 દિવસ પહેલા ગ્રામજનોએ શાળામાં તાળા માર્યા હતા વારંવાર ઉપલા અધિકારીઓ ને પણ ફરીયાદ કરાઈ હતી પણ કોઈ નિર્ણય ના લેવાતા આખરે ગામના લોકો ભેગા મળીને બાળકોના ભવિષ્યની ચિંતાને લઈ નિર્ણય લઈ શાળાના સ્ટાફ ને બદલો નવા શિક્ષકોની માંગને લઈ તાળા બંધી કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા

છેલ્લા એક અઠવાડિયા નો સમય થઈ ગયા પછી પણ કોઈ નિર્ણય લેવાયો નથી જિલ્લા શિક્ષણ અધિકારી મુલાકાત માટે આવ્યા નથી

ત્રણ જેટલા ટી પી ઓ ને ગામના નિવેદન માટે મોકલ્યા હતા

કહેવાય છે કે શાળાના સમય દરમ્યાન શિક્ષકો આવે છે બહાર બેસીને સમય પસાર કરી પરત ફરતા હોય જો આમ ચાલતું રહેશે તો ગુરુની વિદ્યા લેવા આવતા શિષ્યોનું શુ થશે