આપઘાત/ લગ્નમાં શૂટ-બુટ કેમ ન પહેર્યાના મ્હેણાં ટોણા સાંભળતા આધેડે ટુંકાવ્યું જીવન

વલસાડમાં લગ્નનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં લગ્નમાં સારા કપડાના બદલે જુના કપડા પહેરતા મ્હેણાં ટોણા સાંભળતા એક આધેડે આપઘાત કરી લીધો છે.

Gujarat Others
A 20 લગ્નમાં શૂટ-બુટ કેમ ન પહેર્યાના મ્હેણાં ટોણા સાંભળતા આધેડે ટુંકાવ્યું જીવન

વલસાડમાં લગ્નનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં લગ્નમાં સારા કપડાના બદલે જુના કપડા પહેરતા મ્હેણાં ટોણા સાંભળતા એક આધેડે આપઘાત કરી લીધો છે. વલસાડના ટુકવાડાગામે બાવરી મોરા ફળીયા ખાતે રહેતા રમેશ ભીખુભાઈ આહિર ઉવ 52ની સાળીના દીકરાનો લગ્ન પ્રસંગ ગયા હતા. જેને લઇ ઘરમાં ખુશીનો માહોલ હતો. લગ્ન પ્રસંગમાં પહેરવા માટે રમેશભાઈ માટે પણ શૂટ અને ચામડાના બુટ ખરીદી કર્યા હતા. પરિવાર લગ્નના આગલા દિવસથી જ સંજાણ ખાતે લગ્ન પ્રસંગમાં પહોંચ્યા હતા અને મંગળવારે રમેશભાઈ ટુકવાડાથી લગ્ન પ્રસંગમાં સંજાણ ગયા.

આ પણ વાંચો :CBIએ ગુજરાતમાં આવેલી ઓઈલ કંપની વિરુદ્ધ FIR દાખલ કરી, 6 સ્થળોએ દરોડા પાડ્યાં

જણાવીએ કે ત્યાં તેમને સૂટ અને તેની સાથે ચામડાના બૂટ પહેરવા પરિવારે કહ્યું હતું. રમેશભાઈએ માત્ર ફોર્મલ કપડા પહેર્યા હતા. તેથી પરિવારે ફરીથી તેમને ચામડાના બૂટ તથા સૂટ પહેરવા જણાવતા હતું તે વાતનું રમેશને માઠું લાગી આવ્યું હતું. આ કારણે તેઓ સંજાણથી પોતાની સાળીના પુત્રના લગ્ન પ્રસંગમાંથી કોઈને પણ કંઈ કહ્યા વગર નીકળી ગયા હતા.

આ પણ વાંચો :પંચમહાલ અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવા ૨૧૨ શિક્ષણ સહાયકોને નિમણુંક 

જે બાદ ઘરે ચાલતી દુકાનના પાછળ રૂમમાં એંગલ પર દોરી બાંધી ફાંસો ખાઈ લીધો હતો.લગ્ન પ્રસંગ પતાવી પરિવારના સભ્યો ઘરે આવતા ફાંસો ખાધેલી હાલતમાં રમેશ ભાઈને જોઇ ગભરાઈ ગયા હતા જેની પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો લઈ ઓરવાડ પીએચસીમાં પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો :રાજય માં ધોરણ ૧૨ ની પરીક્ષા લેવી કે નહિ તે અંગે તુરંત લેવાઈ શકે છે નિર્ણય

આ પણ વાંચો :પાણશીણા પોલીસે પેરોલ જપ્ત કરનાર અને વોન્ટેડ શખ્સને ઝડપી લીધો

kalmukho str લગ્નમાં શૂટ-બુટ કેમ ન પહેર્યાના મ્હેણાં ટોણા સાંભળતા આધેડે ટુંકાવ્યું જીવન