Not Set/ ઇસરોની અભૂતપૂર્વ સફળતા, 35 દિવસમાં 7 સફળ મિશન લોન્ચ

શ્રીહરીકોટા, ઈસરો દ્વારા કમ્યુનિકેશન સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યો છે. જેનું નામ ‘એન્ગ્રી બર્ડ’ છે. આ ઇન્ડિયન એન્ગ્રી બર્ડ સેટેલાઈટ ખાસ ઇન્ડિયન એર ફોર્સ માટે છે. આ GSAT-7A સેટેલાઈટ Geosynchronous Satellite Launch Vehicle-F11 (GSLV-F11) દ્વારા આંધ્રપ્રદેશનાં શ્રીહરીકોટા લોન્ચપેડ પરથી મોકલવામાં આવ્યું હતું. આ સેટેલાઈટ સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સેટેલાઈટ ઇન્ડિયન એર […]

Top Stories India Tech & Auto
isro 660 112917022854 ઇસરોની અભૂતપૂર્વ સફળતા, 35 દિવસમાં 7 સફળ મિશન લોન્ચ

શ્રીહરીકોટા,

ઈસરો દ્વારા કમ્યુનિકેશન સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યો છે. જેનું નામ ‘એન્ગ્રી બર્ડ’ છે. આ ઇન્ડિયન એન્ગ્રી બર્ડ સેટેલાઈટ ખાસ ઇન્ડિયન એર ફોર્સ માટે છે. આ GSAT-7A સેટેલાઈટ Geosynchronous Satellite Launch Vehicle-F11 (GSLV-F11) દ્વારા આંધ્રપ્રદેશનાં શ્રીહરીકોટા લોન્ચપેડ પરથી મોકલવામાં આવ્યું હતું.

આ સેટેલાઈટ સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સેટેલાઈટ ઇન્ડિયન એર ફોર્સની કમ્યુનિકેશન અને નેટવર્કીંગ કેપેસીટીને વધારશે.

સ્પેસ એજન્સી ઈસરોનાં ચેરમેન ડોક્ટર કે સિવને જણાવ્યું કે, ‘ અમે 2018 ને સારી અને હકારાત્મક વાત સાથે પુર્ણાહુતી આપી છે.’ ઈસરોએ ભારતીય એરફોર્સે નાતાલની ગીફ્ટ આપી છે.

વધુમાં એમણે જણાવ્યું કે, ‘ 35 દિવસમાં આ ઇસરોનું સાતમું મિશન છે. જેમાં 4 ભારત દ્વારા બનાવવામાં આવેલાં સેટેલાઈટ અને 3 રોકેટ શ્રીહરીકોટામાંથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા છે.’ તેમણે એવું પણ કહ્યું કે, ‘2019 માં તેઓ 32 મિશન લોન્ચ કરશે.’

ઇન્ડિયન એર ફોર્સ માટેનું આ 17 મુ મિશન છે.

આ સેટેલાઈટ લોન્ચ 2018 નું સાતમું મિશન છે જેને સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી લોન્ચ કરવામાં આવ્યું હતું.

આ સેટેલાઈટ ભારતનો 39 મો ભારતીય કમ્યુનિકેશન સેટેલાઈટ છે.

આ GSAT-7A સેટેલાઈટનું વજન 2,250 કિલોગ્રામ છે.

આ સેટેલાઈટનું આયુષ્ય 8 વર્ષનું છે.

આ સેટેલાઈટ ઇન્ડિયન એર ફોર્સ વધુ સુરક્ષિત અને એડવાન્સ રીતે કમ્યુનિકેશન કરી શકશે.