હેમંત દેસાઈ – પ્રતિનિધિ, માતર
આણંદમાં એક વકીલ એક્ટિવા ચાલકને ખાનગી હોસ્પિટલના તબીબ કારચાલકે હોસ્પિટલમાં આવેલ પાર્કિંગમાં માર મારી શરીર પર ગંભીર ઇજાઓ પહોંચાડતા આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં તબીબ વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ થવા પામી હોવાનું જાણવા મળેલ છે.
નડિયાદના કણજરીમાં રહેતા વરૂણ નરેન્દ્રભાઈ દવે કે જેઓ આણંદ ખાતે આવેલ જીટોડીયા કોર્ટમાં વકીલ તરીકેને પ્રેક્ટિસ કરી રહ્યાં છે. તેઓ તા.11/11/2023 ના રોજ પોતાનું એક્ટિવા નંબર GJ-07-DB-9411 પોતાના ઘરેથી લઈ વિદ્યાનગર ખાતે કોઈ કામ અર્થે જઇ રહ્યા હતા ત્યારે એલિકોન ગાર્ડન સ્મશાન રોડ પર એક્ટિવા પાછળ આવી રહેલ ટાટા ઇન્ડિકા કાર નંબર GJ-07-AR-7123ના ચાલક ડૉ. પુનિત રાવલ જેઓ વ્યવસાયે આણંદની ખાનગી હોસ્પિટલમાં તબીબ તરીકે ફરજ બજાવી રહ્યાં છે તેને હોર્ન મારતા એક્ટિવાના ચાલકે એક્ટિવા રસ્તાની સાઈડમાં દબાવતા કાર ચાલકને કાર ઉભી રાખવા જણાવ્યું હતું. જોકે, કાર ચાલકે કાર ઉભી ન રાખી સ્થળ પરથી જતા રહ્યા હતા.
કારચાલકનો પીછો કરી તેઓ ખાનગી હોસ્પિટલમાં આવેલી પાર્કિંગમાં કાર પાર્ક કરી રહ્યાં હતા ત્યારે એક્ટિવા ચાલકે તેઓને કહ્યું હતું કે તમે કાર આ રીતે કેમ ચલાવો છો ? તેવો ઠપકો આપતા કાર ચાલક તબીબ એકદમ ઉશ્કેરાઈ જઇ ગાળો બોલવા લાગ્યા અને ગાળો બોલવાની ના પાડતા ઝઘડો કરી ઝપાઝપી કરી ગડદા પાટુ નો માર મારી ધક્કો મારી ને નીચે જમીન પર પાડી દઈ જમણા પગે ઇજાઓ પહોંચાડી હતી.
સિક્યોરિટી ગાર્ડના બે જવાનો સહિત અન્ય લોકોએ આવી જઇ મને વધુ મારમાંથી બચાવ્યો હતો. સિક્યોરિટીના જવાનોએ હોસ્પિટલમાં લઈ જઈ એક્ટિવા ચાલકને સારવાર કરાવી હતી. વકીલ એક્ટિવા ચાલકે તબીબ કારના ચાલક સામે આણંદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી બનાવની વધુ તપાસ ચલાવી રહેલ છે.
Read More: પાકિસ્તાની જેલમાંથી 80 ભારતીય માછીમારોને મુક્ત, અટારી વાઘા બોર્ડરથી ભારતમાં પ્રવેશ કર્યો
Read More: કચ્છના સફેદ રણમાં રણ ઉત્સવનો પ્રારંભ, ટુરીઝમ ક્ષેત્રે કચ્છ પોહ્ચ્યું વિશ્વ ફલક પર
Read More: દિવાળી વેકેશનમાં સહેલાણીઓની પહેલી પસંદ ધારી સફારીપાર્ક
આણંદ જીલ્લાના અન્ય સમાચાર માટે અહીં ક્લિક કરો
આણંદ જીલ્લાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
Follow us on : Facebook | Twitter | WhatsApp | Telegram | Instagram | Koo | YouTube
