Aravalli News/ મોડાસામાં 13 વર્ષની બાળકીનાં ગુપ્તાંગ પર હુમલો કરાતા મોત

13 વર્ષની બાળકી પર થયેલા ક્રૂર હુમલા (Attacked) ના કેસમાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે

Gujarat Others
Attacked

Aravalli News : અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના એક ગામમાં 13 વર્ષની બાળકી પર થયેલા ક્રૂર હુમલા (Attacked)ના કેસમાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. બાળકીના ગુપ્તાંગમાં ગંભીર ઈજાઓ થતાં તે લાંબા સમયથી સારવાર હેઠળ હતી. આ મામલે પોલીસે 35 વર્ષીય પરિચિત વ્યક્તિની ધરપકડ કરી છે.

આરોપીએ અચાનક દાતરડાથી હુમલો (Attacked)કર્યો

પોલીસ માહિતી મુજબ, 18 ડિસેમ્બરના રોજ બાળકી તેની માતા સાથે બહાર ફરતી હતી ત્યારે આરોપીએ અચાનક દાતરડાથી હુમલો (Attacked)કર્યો હતો. હુમલા બાદ બાળકીની હાલત ગંભીર બનતા તેને પ્રથમ મોડાસાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ અને અમદાવાદની હોસ્પિટલોમાં ખસેડવામાં આવી હતી. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાંથી 29 ડિસેમ્બરે રજા અપાયા બાદ શુક્રવારે બાળકીનું મોત થયું હતું.

મોડાસા ગ્રામ્ય પોલીસ ઇન્સ્પેક્ટર કે.ટી. ગોહિલે જણાવ્યું હતું કે આ કેસમાં છેડતી અને ગંભીર હુમલા (Attacked)નો ગુનો નોંધવામાં આવ્યો છે અને એફઆઈઆરને “સંવેદનશીલ” તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. પોલીસે અપહરણ અને બળાત્કારના આરોપોનો ઇનકાર કર્યો છે.

હુમલા (Attacked)પાછળનું કારણ જાણવા પોલીસ તપાસ કરી રહી છે

ગોહિલના જણાવ્યા અનુસાર, હુમલા બાદ તરત જ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. હાલ હુમલા (Attacked)પાછળનું કારણ જાણવા પોલીસ તપાસ કરી રહી છે. બાળકીના મૃત્યુ બાદ આરોપી સામે હત્યાનો ગુનો પણ ઉમેરવામાં આવશે.

આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને આક્રોશની લાગણી ફેલાઈ છે, જ્યારે પોલીસે આરોપી સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.


whatsapp ad White Font big size 2 4 બેંગલુરુની 15 શાળાઓને બોમ્બથી ઉડવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ


આ પણ વાંચો: સુરતમાં RFO સોનલ સોલંકી પર થયેલા જીવલેણ હુમલામાં મોત, પોલીસ તપાસ શરૂ

આ પણ વાંચો: કાશ્મીરની મુલાકાતે આવેલા IB અધિકારીનું આતંકવાદી હુમલામાં મોત, પત્ની અને બાળકોની સામે ગોળી મારીને હત્યા

આ પણ વાંચો: રાજકોટમાં રખડતા શ્વાનના હુમલામાં 5 વર્ષીય બાળકીનું કરુણ મોત