NSA Ajit Doval Speech: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર NSA Ajit Doval એ ‘વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ’ના ઉદઘાટન સમારોહમાં ભારતના ઈતિહાસ અને ભવિષ્યની સુરક્ષાને લઈને અત્યંત ગંભીર અને પ્રેરણાદાયી વાતો કરી છે. તેમણે જણાવ્યું કે ભારતની આઝાદી અને વર્તમાન સ્થિતિ ઘણી મોટી કિંમત ચૂકવીને પ્રાપ્ત થઈ છે.
આપણી સભ્યતા અત્યંત વિકસિત હતી, પણ આપણે ક્યાં થાપ ખાધી?
NSA Ajit Doval કહ્યું કે, જ્યારે બાકીની દુનિયા પછાત હતી ત્યારે આપણી સભ્યતા અત્યંત વિકસિત હતી. આપણે ક્યારેય કોઈ દેશ કે વિદેશી પર હુમલો નથી કર્યો, કોઈના મંદિરો નથી તોડ્યા અને ક્યાંય લૂંટફાટ કરવા નથી ગયા. પરંતુ, તેમણે એક કડવી વાસ્તવિકતા પણ સ્વીકારી: “આપણે આપણી સુરક્ષા અને આપણી સામેના જોખમોને સમજવામાં નિષ્ફળ રહ્યા. આપણા મંદિરો લૂંટાયા અને આપણે મૂકપ્રેક્ષક બનીને લાચારીથી જોતા રહ્યા. ઈતિહાસે આપણને પાઠ ભણાવ્યો છે કે જ્યારે આપણે ઉદાસીનતા દાખવી, ત્યારે આપણે નુકસાન વેઠવું પડ્યું.”
“પ્રતિશોધ” – ઈતિહાસનો બદલો લેવાની શક્તિ
ડોભાલજીએ ‘પ્રતિશોધ’ (Revenge) શબ્દનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ શબ્દ કદાચ આદર્શ ન લાગે, પણ તે એક શક્તિશાળી બળ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આપણે ઈતિહાસનો બદલો લેવાનો છે—એનો અર્થ એ છે કે ભારતને ફરીથી તે ઉંચાઈ પર લઈ જવાનું છે જ્યાં આપણા અધિકારો, વિચારો અને માન્યતાઓ સુરક્ષિત હોય અને આપણે એક ‘મહાન ભારત’નું નિર્માણ કરી શકીએ.
યુદ્ધ શા માટે લડવામાં આવે છે
યુદ્ધના મનોવિજ્ઞાન પર પ્રકાશ પાડતા NSAએ જણાવ્યું કે, યુદ્ધ કોઈ લાશો જોવા કે સંતોષ મેળવવા માટે નથી લડાતા. યુદ્ધ સામેવાળા દેશનું મનોબળ તોડવા માટે લડાય છે, જેથી તે શરણાગતિ સ્વીકારે. જો કોઈ રાષ્ટ્ર પાસે બધું જ હોય પણ જો મનોબળ ન હોય, તો તેના તમામ હથિયારો અને સંસાધનો નકામા છે.

વિકસિત ભારત માટે મજબૂત નેતૃત્વ અનિવાર્ય
તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું કે, છેલ્લા 10 વર્ષમાં દેશે જે પ્રગતિ કરી છે તેનું મુખ્ય કારણ સમયસરના નિર્ણયો અને તેને પૂર્ણ વિશ્વાસ સાથે લાગુ કરવાની શક્તિ છે. તેમણે યુવાનોને આહવાન કર્યું કે જો તેઓ વિકસિત ભારતના નેતા બનવા માંગતા હોય, તો તેમનામાં મજબૂત ઈચ્છાશક્તિ અને નિર્ણય લેવાની ક્ષમતા હોવી જોઈએ.
“જો તમે એટલા શક્તિશાળી છો કે કોઈ તમારો વિરોધ ન કરી શકે, તો તમે હંમેશા સ્વતંત્ર રહેશો”: NSA અજિત ડોભાલ
NSA Ajit Dovalનો યુવાનો માટે સંદેશ
અજિત ડોભાલે અંતમાં ચેતવણી આપી કે જો આવનારી પેઢીઓ ઈતિહાસના પાઠ ભૂલી જશે, તો તે દેશની સૌથી મોટી કરુણતા હશે. ભારત નિશ્ચિતપણે વિકસિત બનશે, પરંતુ તેના માટે દરેક યુવાને રાષ્ટ્ર નિર્માણના જઝબા સાથે આગળ આવવું પડશે.
#WATCH | Delhi: Speaking at the opening ceremony of Viksit Bharat Young Leaders Dialogue, NSA Ajit Doval says, “…This independent India wasn’t always as free as it appears now. Our ancestors made great sacrifices for it. They endured great humiliation and experienced periods of… pic.twitter.com/1RGfOwZwqy
— ANI (@ANI) January 10, 2026
આ પણ વાંચો: 2013 પછી દેશમાં કોઈ મોટો આતંકવાદી હુમલો થયો નથી… અજિત ડોભાલનું મોટું નિવેદન
આ પણ વાંચો: NSA અજિત ડોભાલ PM મોદીને મળવા પહોંચ્યા, ભારતે લાહોર પર મોટો હુમલો કર્યો
આ પણ વાંચો: જો પાકિસ્તાને આવું કર્યું હોત તો…’, ઓપરેશન સિંદૂર પછી NSA અજિત ડોભાલે આપ્યો મોટો સંકેત
