Ahmedabad News/ GAPM 2026 કોન્ફરન્સમાં ગેરકાયદેસર પેથોલોજી પ્રેક્ટિસ સામે ચેરમેનનો કડક અવાજ

GAPM 2026 કોન્ફરન્સ દરમિયાન એસોસિએશનના ચેરમેન દ્વારા ગેરકાયદેસર પેથોલોજી પ્રેક્ટિસ સામે તીખું નિવેદન આપવામાં આવ્યું

Gujarat Ahmedabad
GAPM 2026

Ahmedabad News : અમદાવાદમાં યોજાયેલી GAPM 2026 કોન્ફરન્સ દરમિયાન એસોસિએશનના ચેરમેન દ્વારા રાજ્યમાં ચાલી રહેલી ગેરકાયદેસર પેથોલોજી પ્રેક્ટિસ સામે તીખું નિવેદન આપવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે રાજ્યમાં એક માન્ય પેથોલોજીસ્ટ સામે દસ ગેરકાયદેસર પેથોલોજીસ્ટ કાર્યરત છે, જે દર્દીઓના આરોગ્ય સાથે સરેઆમ ચેડાં સમાન છે.

ચેરમેનના દાવા મુજબ માત્ર અમદાવાદમાં અંદાજે 3 હજાર અને સમગ્ર રાજ્યમાં 12 હજાર જેટલી ગેરકાયદે પેથોલોજી લેબોરેટરીઓ ધમધમી રહી છે. ચિંતાજનક વાત એ છે કે પરવાનગી વિના ચાલતી લેબો અને ગેરકાયદે પેથોલોજીસ્ટ સામે અત્યાર સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.

તેમણે વધુમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશો હોવા છતાં આરોગ્ય વિભાગ નિષ્ક્રિય દેખાઈ રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાને લઈને GAPM દ્વારા સરકાર સમક્ષ ક્લિનિકલ એસ્ટેબલિશમેન્ટ એક્ટનો કડક અમલ કરવાની તાત્કાલિક માંગ ઉઠાવવામાં આવી છે.

GAPM 2026 કોન્ફરન્સ દરમિયાન ભવિષ્યની દિશા પર પણ ચર્ચા થઈ, જેમાં પેથોલોજી ક્ષેત્રમાં AI ટેકનોલોજીનો વધુ ઉપયોગ, અદ્યતન લેબોરેટરી સિસ્ટમ્સ અને નવી ટેકનિક અંગે પેથોલોજીસ્ટ્સ વચ્ચે માહિતીનું વ્યાપક અદાન-પ્રદાન કરવામાં આવ્યું. GAPMના મતે, ટેકનોલોજી સાથે કાયદાનો કડક અમલ જ દર્દીઓના આરોગ્યની સાચી સુરક્ષા કરી શકે છે.

એઆઈ ટેકનોલોજીથી દૂર ગામડાં ગામના દર્દીઓની સારવાર ઝડપી બનશે

અમદાવાદ શહેર ગુજરાત એસોસિએશન ઓફ પેથોલોજિસ્ટ્સ એન્ડ માઇક્રોબાયોલોજિસ્ટ્સ (GAPM) દ્વારા આયોજિત 44મું વાર્ષિક સંમેલન – GAPM 2026 નું સાક્ષી બનવા જઈ રહ્યું છે. વર્કશોપ્સ 9 જાન્યુઆરી 2026ના રોજ અમદાવાદના વિવિધ પ્રતિષ્ઠિત કેન્દ્રોમાં યોજાશે.

“Discover, Diagnose, Develop and Deliver – Pathology and Microbiology” થીમ સાથે GAPM 2026 આધુનિક આરોગ્ય સેવામાં ડાયગ્નોસ્ટિક વિજ્ઞાનની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરે છે. આ સંમેલનમાં ગુજરાત તેમજ દેશભરના અગ્રણી પેથોલોજિસ્ટ્સ, માઇક્રોબાયોલોજિસ્ટ્સ, તબીબી શિક્ષકો અને લેબોરેટરી નિષ્ણાતોએ ભાગ લીઘો હતો. સમગ્ર રીતે, GAPM 2026 નો હેતુ પેથોલોજી અને માઇક્રોબાયોલોજી દ્વારા દર્દી સંભાળ અને જાહેર આરોગ્યને વધુ મજબૂત બનાવવાનો છે.

આ સંમેલનનું આયોજન અમદાવાદ એસોસિએશન ઓફ પેથોલોજિસ્ટ્સ એન્ડ માઇક્રોબાયોલોજિસ્ટ્સ (AAPM) અને નૉર્થ ગુજરાત એસોસિએશન (NGPM) દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં ગુજરાત એસોસિએશન ઓફ પેથોલોજિસ્ટ્સ એન્ડ માઇક્રોબાયોલોજિસ્ટ્સ સહ-આયોજક તરીકે જોડાયેલ છે.

આ કાર્યક્રમમાં આધુનિક આરોગ્ય વ્યવસ્થામાં સચોટ નિદાન, નવી ટેક્નોલોજી અને ઇનોવેશનની ભૂમિકા પર ખાસ ધ્યાન આપવામાં આવશે.દેશભરના જાણીતા અને અનુભવી તબીબી નિષ્ણાતો પોતાના અનુભવ અને તાજા વૈજ્ઞાનિક અભ્યાસ શેર કરશે.વૈજ્ઞાનિક સત્રોમાં પેથોલોજી, માઇક્રોબાયોલોજી, હેમેટોલોજી, કેન્સર નિદાન, સંક્રમણ રોગો, AI in Laboratory Medicine અને NABL જેવા મહત્વપૂર્ણ વિષયો આવરી લેવામાં આવશે. હેન્ડ્સ-ઓન વર્કશોપ્સ દ્વારા ડોક્ટરોને પ્રેક્ટિકલ તાલીમ અને નવી પધ્ધતિઓ શીખવાની તક મળશે. આ પરિસંવાદને ગુજરાત મેડિકલ કાઉન્સિલ(GMC) દ્વારા માન્યતા પ્રાપ્ત છે અને ક્રેડિટ અવર્સ પણ આપવામાંઆવશે. યુવા ડોક્ટરો ડૉક્ટરો અને સંશોધકો માટે પેપર અને પોસ્ટર પેઝન્ટેશનનું ખાસ આયોજન રહેશે. GAPM 2026 માત્ર શૈક્ષણિક નહી પરંતુ નેટવર્કિંગ સહકાર અને અનુભવ વહેંચવાનો મંચ પણ છે.

પત્રકાર પરિષદને સંબોધતા એમોસિએશનના ચેરમેન ડી. ડી.જા. પટેલના જણાવ્યા અનુસાર તબકકાવાર અંહીયા આ પ્રકારના વર્કશોપ ઓછા થતા જે આ વખતે ચાર સ્થળોએ થયા. જેમાં એઇમ્સ – દિલ્હી અને બેગવારથી ખાસ નિષ્ણાંત ફેકલ્ટી આવીને અમને થીયરી અને પેકટીકલ માર્ગદર્શન પુરૂ પાડે છે.  10 વર્ષ પહેલા જે ઉપકરણો દ્વારા તપાસ થતી અને તેના પરિણામો આજેમળતા થયા છે.જે નાના શહેરો અને ગામડામાં રહેતા દર્દીઓ માટે ઈશીર્વાદરૂપ સાબિક થયા છે. સાથોસાથ રોગને થતા પહેલા અટકાવવામાં સફળ નીવડશે તે મહત્વનું પાસુ બની રહેષે.

આગામી નજીકના દિવસોમાં કેન્દ્ર સરકાર દ્વારા નિયમો બહાર પાડવામાં આવશે જેના થકી બનાવટી લેખોરેટરીઓને તાળાં લાગો અથવા તેમણે સરકારના નક્કી કરેલા નિયમોને અનુસરવા પડશે.

GAPM 2026 માં સામેલ રહેશે

પેથોલોજી અને માઇક્રોબાયોલોજી વિષયક નિષ્ણાત વ્યાખ્યાનો
નવીન ડાયગ્નોસ્ટિક પડકારો પર ચર્ચાસત્રો
Al in Laboratory Medicine, Infection Control, Hematology, Oncopathology अने Antimicrobial Resistance (AMR) જેવા મહત્વપૂર્ણ વિષયો
પેપર અને પોસ્ટર પ્રેઝન્ટેશન
આ સંમેલનને GMC દ્વારા 8 ક્રેડિટ અવર્સની મંજૂરી આપવામાં આવી છે.
હેન્ડ્સ-ઓન વર્કશોપ્સ
Flow Cytometry, Histopathology, Autoimmunity (IFA), Microbiology ने आधुनि ડાયગ્નોસ્ટિક ટેકનિક્સ પર આધારિત વર્કશોપ્સ 9 જાન્યુઆરી 2026ના રોજ યોજાશે. વર્કશોપ્સ માટે મર્યાદિત બેઠકો ઉપલબ્ધ છે અને નોંધણી પ્રથમ આવનારને પ્રથમ પ્રાધાન્ય આધારે થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભાવનગરમાં પેથોલોજી લેબમાં ભીષણ આગ, સ્થાનિકોએ બાળકો-વૃદ્ધોને બચાવ્યા

આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલમાં કિડનીના કેન્સરની ગાંઠ લેપ્રોસ્કોપીથી સફળતાપૂર્વક દૂર કરી દર્દીનો જીવ બચાવાયો…

આ પણ વાંચો: વડોદરા/ પેથોલોજી લેબમાં ચાલતા કાળા કારોબારનો પર્દાફાશ કરતી એક ઓડિયો ક્લિપ સામે આવી