Ahmedabad Jewelers Theft Case :અમદાવાદમાં હાલમાં Jewelers Theft Case એ ભારે ચર્ચા જગાવી છે . જેમાં એક મહિલા જ્વેલર્સના શો-રૂમમાં ગ્રાહક બનીને જતી અને સેકન્ડોમાં અસલી સોનાની વીંટીની જગ્યાએ નકલી (બગસરા) વીંટી પધરાવી દેતી હતી. વીંટીઓ બદલી નાખતી શાતિર મહિલા આખરે નરોડા પોલીસના સકંજામાં આવી ગઈ છે. ‘ફિલ્મી ઢબે’ ઝડપાયેલી આ મહિલાની મોડસ ઓપરેન્ડી જાણીને ખુદ પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી.
બગસરા (Fake Gold)ના દાગીનાનો સ્ટોક રાખી કરતી ચોરી
ધરપકડ કરાયેલ મહિલાનું નામ પ્રવીણા સેનવા છે. તેની ચોરી કરવાની રીત ખૂબ જ અનોખી હતી. તે પોતાની પાસે અસલી સોના જેવી જ દેખાતી બગસરાની વીંટીઓનો સ્ટોક રાખતી હતી. જ્યારે પણ તે જ્વેલર્સની દુકાને જતી, ત્યારે દાગીના જોતી વખતે સેલ્સમેનની નજર ચૂકવી અસલી સોનાની વીંટી પોતાની પાસે રાખી લેતી અને તેની જગ્યાએ બગસરાની નકલી વીંટી મૂકી દેતી હતી. ત્યારબાદ “વીંટી પસંદ નથી આવી” તેમ કહીને તે રફુચક્કર થઈ જતી હતી.

CCTV અને બાતમીના આધારે Jewelers Theft Case ઉકેલાયો
નરોડા પોલીસને બાતમી મળી હતી કે જાંબલી કલરનો ડ્રેસ પહેરેલી એક શંકાસ્પદ મહિલા નરોડા સ્મશાન પાસે ઉભી છે. પોલીસે તાત્કાલિક દરોડો પાડી પ્રવીણાની અટકાયત કરી હતી. તેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. અમદાવાદના નરોડા, ઓઢવ અને સાબરમતી સહિતના વિસ્તારોમાં તેણે અનેક જ્વેલર્સને નિશાન બનાવ્યા હતા. સાબરમતીના ‘મહાવીર જ્વેલર્સ’માં પણ તેણે સીસીટીવી કેમેરા સામે જ આ ખેલ પાડ્યો હતો.

રૂ. 2.90 લાખનો મુદ્દામાલ જપ્ત
Jewelers Theft Case માં પોલીસે પ્રવીણા પાસેથી ₹99 હજારની સોનાની રણી, ₹49 હજારની કિંમતની સોનાની ત્રણ વીંટીઓ સહિત કુલ 2.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે તે મૂળ ઠાસરાની વતની છે અને હાલ વડોદરાના ઔડાના મકાનમાં રહીને ચોરીના નેટવર્ક ચલાવતી હતી.
ગુજરાતભરમાં 11 થી વધુ ગુનાઓ
પ્રવીણા સામે અગાઉ વડોદરાના લક્ષ્મીપુરા, ગોત્રી, હરણી અને વાડી પોલીસ સ્ટેશનમાં 6 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. અમદાવાદમાં પણ તેણે વધુ 5 ચોરીની કબૂલાત કરી છે. આમ, હાલમાં તેની સામે કુલ 11 થી વધુ ગુનાઓ દાખલ થયેલા છે. હાલમાં પોલીસે આ Jewelers Theft Case માં વધુ તપાસ હાથ ધરી છે.કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે વધુ એક ફરિયાદ નોંધાવવાની શક્યતા છે.
આ પણ વાંચો: 12 વર્ષના બાળકે ઝવેરીની નજર ચૂકવી સોનાની કરી ચોરી, દ્રશ્યો CCTVમાં કેદ
આ પણ વાંચો:બોટાદમાં ડીઝલ ચોરી કૌભાંડનો થયો પર્દાફાશ, પોલીસે બે ટીમ બનાવી 8 આરોપી ઝડપ્યા
આ પણ વાંચો: સતલાસણા APMC માર્કેટ યાર્ડમાં તસ્કરોએ મચાવ્યો આતંક, 10થી વધુ દુકાનોમાં ચોરી
