Ahmedabad News/ BJ મેડિકલ કોલેજ દ્વારા આયોજિત ત્રિ-દિવસીય ‘ પેથેકોનબીજે – 2025’માં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિ

“પેથોલોજીક્સ ટેકનોલોજી સાથે અપડેટ થઈ રહી છે જેના જ કારણે દરેક દર્દીઓના રિપોર્ટમાં એક્યુરેસી આવી રહી છે. આજે રાજ્યમાં ૪૦ મેડિકલ કોલેજ છે આગામી સમયમાં વધુ ૧૦ મેડિકલ કોલેજ રાજ્યને મળશે.”

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News : અમદાવાદમાં બી.જે. મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગ દ્વારા આયોજિત ત્રિ-દિવસીય ‘પેથેકોનબીજે – ૨૦૨૫’માં સૌને સંબોધતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આજે પેથોલોજી અને રેડિયોલોજીના રિપોર્ટ્સના આધારે તમામ ડોક્ટર્સ દર્દીનું આગળનું નિદાન કરતા હોય છે, ત્યારે રેડિયોલોજી અને પેથોલોજીક્સનું મહત્વ ખૂબ વધી જતું હોય છે. આજે તમામ પેથોલોજીક્સ ટેકનોલોજી સાથે અપડેટ થઈ રહી છે જેના જ કારણે દરેક દર્દીઓના રિપોર્ટમાં એક્યુરેસી આવી રહી છે જે ખૂબ ગૌરવની વાત છે.

મેડિકલ ક્ષેત્રમાં અપડેટ થઈ રહેલી ટેકનોલોજી અંગે વાત કરતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, આજે મેડિકલ ક્ષેત્રમાં અધ્યતન ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. આ ટેકનોલોજીના કારણે દરેક નિદાન ઝડપથી થઈ રહ્યું છે. ટેકનોલોજીના માધ્યમથી અનેક મેડિકલ ક્ષેત્રમાં અનેક રિસર્ચ થઈ રહ્યા છે, જે મેડિકલ ક્ષેત્ર માટે ખૂબ ઉપયોગી સાબિત થશે એમ તેને વધુમાં ઉમેર્યું હતું.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે ગુણવત્તાસભર જરૂરી તપાસ સેવાઓ પૂરી પાડવા અને તમામ જાહેર આરોગ્ય સંસ્થાઓમાં હાલની લેબોરેટરીઓ અને અન્ય તપાસ સુવિધાઓને મજબૂત કરવા દર્દીને મફત જરૂરી તપાસ સેવાઓ ઉપયોગ કરવામાં આવી રહી છે. સબ સેન્ટર/અર્બન એચ.ડબલ્યુ.સી.માં અગાઉ 7 જેટલા ટેસ્ટ કરવામાં આવતા હતા, જ્યારે હવે 12 ટેસ્ટ કરવામાં આવે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/અર્બન PHCમાં અગાઉ 17 ટેસ્ટ કરવામાં આવતા હતા, જ્યારે હવે 63 જેટલા ટેસ્ટ થાય છે. સામુહિક આરોગ્ય કેન્દ્ર/UCHCની વાત કરીએ તો તેમાં અગાઉ ૩૩ ટેસ્ટ થતા હતા હવે 97 જેટલા ટેસ્ટ કરવામાં આવે સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં અગાઉ 33 ટેસ્ટ થતા હતા જ્યાં હવે 111 ટેસ્ટ થાય છે. એવી જ રીતે ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં 68 ટેસ્ટના બદલે હવે 134 ટેસ્ટ થાય છે. આ ઉપરાંત મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં પણ 71ના બદલે 134 જેટલા ટેસ્ટ કરવામાં આવે છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

રાજ્યમાં મેડિકલ કોલેજ અને મેડિકલ સીટ અંગેની વાત કરતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, આજે રાજ્યમાં 40 મેડિકલ કોલેજ છે આગામી સમયમાં વધુ 10 મેડિકલ કોલેજ રાજ્યને મળવાની છે. આ સાથે આવનારા સમયમાં યુજીમાં 1500 સીટ જ્યારે પીજીની સીટમાં પણ 1000 સીટનો વધારો થશે, એમ તેમણે  વધુમાં ઉમેર્યું હતું.પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના અંગે વાત કરતા મંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના ગરીબ અને મધ્યમ વર્ગ તેમજ સૌની ચિંતા કરીને દુનિયાની સૌથી મોટી આરોગ્ય સેવા ઊભી કરી છે. પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત 5 લાખ સુધીની નિ:શુલ્ક સારવાર મળી રહી છે, જ્યારે ગુજરાતમાં આ સારવાર રૂ. 10 લાખ સુધીની ગરીબ અને મધ્યમ વર્ગને મળે છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત સૌ ડોક્ટર્સને સંબોધતા આરોગ્ય મંત્રીએ કહ્યું કે, ડોક્ટર્સને આજે ભગવાનનું બીજું સ્વરૂપ કહેવામાં આવે છે. દરેક દર્દી આજે ડોક્ટર્સને ભગવાન માને છે, ત્યારે દરેક ડોક્ટર છે ટેકનોલોજીનો મહત્વ પૂર્ણ ઉપયોગ કરીને દરેક દર્દીનું સાચું નિદાન કરવું જોઈએ એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.  આ પ્રસંગે આરોગ્ય સચિવ ધનંજય દ્વિવેદી,  આરોગ્ય કમિશનર હર્ષદકુમાર પટેલ, બીજે મેડિકલ કોલેજના ડીન અને ચેરપર્સન ડોક્ટર હંસા ગોસ્વામી, બીજે મેડિકલ કોલેજના ડોક્ટર્સ તેમજ સ્ટુડન્ટ્સ ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હેલ્મેટ ડ્રાઇવના પ્રથમ દિવસે 98.96% સરકારી કર્મચારીઓએ નિયમનો કર્યો અમલ

આ પણ વાંચો:હેલ્મેટ નહિ પહેરેલા સરકારી કર્મચારી સામે થશે દંડનીય કાર્યવાહી, રાજ્ય પોલીસ વડાનો આદેશ

આ પણ વાંચો:ગયા વર્ષે અકસ્માતમાં હેલ્મેટ વિના 2767 જણાએ જીવ ગુમાવ્યા