Rajkot News: રાજકોટ (Rajkot) ના મેડિકલ આલમમાં ખળભળાટ મચાવનારો એક પત્ર સામે આવ્યો છે, જેમાં સરકારી ડૉક્ટરો (Doctors) ની ખાનગી હોસ્પિટલો (Hospitals) માં ગેરકાયદે પ્રેક્ટિસનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ડૉ. દોશી નામના એક વ્યક્તિ દ્વારા લખાયેલા આ પત્રમાં 19 જેટલા ડૉક્ટરોના નામનો ઉલ્લેખ છે, જેઓ સરકારી પગાર લેવા છતાં ખાનગી હોસ્પિટલોમાં ફુલ-ટાઇમ પ્રેક્ટિસ કરીને લાખો રૂપિયાની કમાણી કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઘટનાએ સરકારી તંત્ર અને મેડિકલ કોલેજના ઉચ્ચ અધિકારીઓની કામગીરી પર પણ સવાલો ઉભા કર્યા છે.
ડૉ. દોશીના પત્ર અનુસાર, આ 19 ડૉક્ટરો સરકારી હોસ્પિટલોમાં નોકરી કરે છે અને લાખો રૂપિયાનો પગાર લે છે, પરંતુ તેઓ માત્ર હાજરી પૂરાવીને ખાનગી હોસ્પિટલોમાં પ્રેક્ટિસ કરે છે. આ ડૉક્ટરોમાં ઓર્થોપેડિક, રેડિયોલોજી, પેથોલોજી, મેડિસિન અને સર્જરી વિભાગના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. આ ડૉક્ટરોના નામ અને ફોટા કેટલીક ખાનગી હોસ્પિટલોની વેબસાઇટ્સ પરથી પણ મળી આવ્યા છે, જે આ આક્ષેપોને વધુ મજબૂતી આપે છે.
પત્રમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ ગેરકાયદે પ્રેક્ટિસ રાજકોટની સરકારી મેડિકલ કોલેજના ડીન ડૉ. ભારતી પટેલ અને સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉ. મોનાલી માકડિયાની રહેમનજર હેઠળ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, કેટલાક ડૉક્ટરો સરકારી પગારનો 50% હિસ્સો ઉચ્ચ અધિકારીઓને આપીને આ ગેરરીતિને અંજામ આપે છે. આ ડૉક્ટરો સરકારી હોસ્પિટલોમાં નામના ખાતર હાજરી આપે છે અને બાકીનો સમય ખાનગી હોસ્પિટલોમાં પસાર કરે છે.
આ પણ વાંચો: રાજકોટ-અમદાવાદ હાઇવે પર ચાર નવા ટોલ પ્લાઝા બનાવાશે
આ પણ વાંચો: રાજકોટથી બામણબોર સુધીના સિક્સ લેનમાં 5 ફ્લાય ઓવર, 2 અન્ડર પાસ અને ટોલ પ્લાઝા બનશે
આ પણ વાંચો: રાજકોટ-જેતપુર હાઇવે બે વર્ષમાં ફક્ત 20 કિ.મી.નું જ કામ, ખાડાથી પ્રજા ત્રાહિમામ
