રાજય માં થોડા દિવસ પહેલા જ મુખ્યમંત્રી રૂપાણી દ્વારા મુખ્યમંત્રી બાળ સેવા યોજના નો પ્રારંભ કરવમાં આવ્યો હતો . જે અંતર્ગત આજે જ મુખ્યમંત્રી દ્વારા માતા-પિતાની છત્ર છાયા ગુમાવી અનાથ અને નિરાધાર બનેલા બાળકો સાથે ગાંધીનગરમાં યોજાયેલા ‘મોકળા મને’ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં એક સંવેદનશીલ જાહેરાત કરી છે. જે અંતર્ગત આ યોજનામાં વય મર્યાદા 18 થી વધારીને 21 વર્ષ કરી દેવામાં આવી છે. એટલે કે પુખ્ત વય સુધી નિરાધાર બનેલાને માસિક રૂ. 4 હજારની સહાય આપવામાં આવશે.
કોરોનામાં માતા-પિતાનું અવસાન થતાં નિરાધાર થયેલાની વય 21 વર્ષ થાય સુધી રાજ્ય સરકાર દર મહિને 4 હજારની સહાય આવા બાળક ને આપશે.ગુજરાત રાજયમાં કોરોના કાળ દરમિયાન અનાથ બનેલા બાળકો માટે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અમલમાં મૂકાઈ છે. આ યોજના હેઠળ કોરોના કાળ દરમિયાન 0થી 18 વર્ષની વયજૂથના બાળકો કે જેના માતા-પિતા અવસાન પામ્યા હોય તેમજ જે બાળકના એક વાલી મૃત્યુ પામ્યા હોય તેવા નિરાધાર બનેલા બાળકોને આ યોજનાનો લાભ અપાશે .
