રાજય માં વિકાસ ના કામો ઝડપથી થઇ રહ્યા છે ત્યારે થોડાક દિવસ પહેલા જ અમદાવાદમાં થલતેજ બ્રીજનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું . જેનાથી લોકો ને ટ્રાફિક માં રાહત મળી છે . ત્યારે વધુ માં એક અંક્લેશ્વરની જનતા માટે સારા સમાચારા આવ્યા છે ભરૂચ અને અંકલેશ્વરને જોડાતા નર્મદા મૈયા બ્રિજને સામાન્ય જનતા માટે ખુલ્લો 12 જુલાઈથી મુકવામાં આવશે .
12 જૂલાઈએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નર્મદા મૈયા બ્રિજનું લોકાર્પણ કરશે અને ત્યાર બાદ આ બ્રિજને લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે મહત્વનું છે કે આ બ્રિજ ખુલ્લો મુકવામાં આવતા ટ્રાફિકજામની સમસ્યાનો અંત આવશે .નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગોલ્ડ બ્રિજની સમાંતર બનેલા આ બ્રિજને લોકો માટે ખુલ્લો મુકશે ભરૂચમા આવેલા ગોલ્ડન બ્રિજ એ વર્ષો જૂનો હોવાથી તેના પર ટ્રાફિકની સમસસ્યા વધુ રહે છે 3 કિ.મીની લંબાઈ ધરાવતો જિલ્લાનો આ પ્રથમ બ્રિજ છે.
