રાજય માં હવે જયારે કોરોના ના કેસ ઘટતા જોવા મળી રહ્યા છે ત્યારે રાજય ના અનેક વિસ્તારોમાં પાણી ના પ્રશ્નો જોવા મળે છે . જે અંતર્ગત ગંદા પાણી ના લીધે શહેરોમાં ઝાડા ઉલટી અને કોલેરાના કેસ આવી રહ્યા છે . ગાંધીનગરના કલોલમાં કોલેરા (cholera) એ ઉથલો માર્યો હોવાનું જાણવા મળ્યું છે . જે અંતર્ગત કલોલને કોલેરા નોટિફાઈડ વિસ્તાર જાહેર કરાયો છે. વહીવટી તંત્ર દ્વારા કલોલના બે કિલોમીટર વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે.
ગાંધીનગરનાં કલોલમા પીવાનું અને ગટરનું પાણી મિશ્રિત થવાથી ઝાડા ઉલટીનાં કેસો વધી રહ્યાં છે. કલોલનાં રેલવે પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીમા ગટરનું પાણી મિશ્રિત થતા 70 કરતા વધુ ઝાડા ઉલટીનાં કેસ નોંધાયા હતા. કલોલમાં કોલેરા (cholera) થી ત્રણ લોકોના મોત નિપજ્યા છે. ત્રણ વ્યક્તિઓનાં મૃત્યુની ઘટના બાદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વિસ્તારમાંથી પાણીનાં નમૂના લેવામાં આવ્યા હતા. ત્યારે નગરરપાલિકા ચીફ ઓફિસરને ગટરનાં બ્લોકેજને ઠીક કરવા સૂચના અપાઈ હતી.
અલગ અલગ વિસ્તારનાં પાણીનાં સેમ્પલ લેવામાં આવ્યાં છે. આ સરવેમાં કલોલ રેવલે પુર્વ સહિત બીજા 3 વિસ્તારોમા પણ ગટરનું પાણી પીવાના પાણી સાથે મિક્સ થતુ હોવાનું સામે આવ્યુ છે. અત્યાર સુધીમાં 70 કરતા વધુ ઝાડા ઉલટીનાં કેસ કલોલમાં નોંધાઈ ચૂક્યા છે.
