વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી જવાનાં માર્ગ પરનાં ત્રિશુલ ઘાટ પાસે ખાનગી ટ્રાવેલ બસને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. સાંજનાં સમયે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 21 લોકોના મોત થયા છે. તો લગભગ 20થી પણ વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવી રહ્યું છે. તમામ ઇજાગ્રસ્તોને પાલનપુરની સિવીલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતની જાણ થતા જ પોલીસતંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને તમામ ઘયાલોને સારવાર મળી રહે તે માટે તુરંતમાં જ સિવિલ તત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પીટલ દ્વારા ઇજાગ્રસ્તો માટે સારવારની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી.
જિ.આરોગ્ય અધિકારી પોતાની ટિમ સાથે સિવિલ પહોંચ્યા હતા. તો સિવિલ સર્જન, તેમજ બનાસ મેડિકલ સ્ટાફ પણ ખડે પગે રહ્યો હતો. ટ્રોમાં સેન્ટરમાં ડોકટર, નર્સિગનો સ્ટાફ પણ તાકીદે વધારાયો હતો. દરમ્યાન દાંતાના ધારાસભ્ય પણ પાલનપુર સિવિલ પહોંચ્યા હતા.
અકસ્માતની નોંધ PMO દિલ્હી સુધી લેવામાં આવી છે અને ખુદ PM મોદી દ્વારા ટ્વીટ કરી અકસ્મત પર શોક વ્યક્ત કરવામાં આવ્યું છે
Devastating news from Banaskantha. I am extremely pained by the loss of lives due to an accident. In this hour of grief, my thoughts are with the bereaved families.
The local administration is providing all possible help to the injured. May they recover soon.
— Narendra Modi (@narendramodi) September 30, 2019
આપણ વાંચો : અંબાજી ત્રિશુલીયા ઘાટ નજીક અકસ્માતમાં 10નાં મોત, CMએ વ્યક્ત કરી સંવેદના
ગમખ્વાર અકસ્માત મામલે CM વિજય રૂપાણીએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું છે. અને જરૂરી તમામ મદદ કરવા તંત્રને આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે આ પ્રકારે ગમખ્વાર અકસ્માતમાં એક સાથે 21 લોકોનાં મોત અને 20 લોકો ઘાયલ થતા સમગ્ર વિસ્તારમાં માતમ છવાઇ ગયો છે. આપને જણાવી દઇએ કે પૂર્વે પણ આ ગોઝારો ઘાટ અનેક લોકોને અકસ્માતમાં ભરખી ગયો છે.
Saddened by the loss of lives due to a road accident near Trisulia Ghat (On Danta road). Instructed officials to do needful. May those who have been injured recover at the earliest. I pray for the departed souls.
Om Shanti…
— Vijay Rupani Memorial (@vijayrupanibjp) September 30, 2019
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click 👇 👇
https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
