Ahmedabad/ 31 મી ડિસેમ્બરની ઉજવણી માટે લાવાયેલ દારૂ ઝડપાયો

કોણ કહે છે કે, આ વર્ષ શહેરમાં કોરોના કાળનાં કારણે પાર્ટીઓ નહીં યોજવામાં આવે. કોણ કહી રહ્યું છે કે, આ વર્ષે કોરોનાનાં કાળ અને પોલીસનું ખૂબ જ ચેકીંગ છે માટે મહાનગરોમાં 31st ની

Ahmedabad Gujarat
daru 31 મી ડિસેમ્બરની ઉજવણી માટે લાવાયેલ દારૂ ઝડપાયો
  • 31 મી ડિસેમ્બર ની ઉજવણી માટે લાવેલ દારૂ જડપાયો
  • પોલીસે કરી બે આરોપી ની ધરપકડ
  • 147 મોઘી વિદેશી દારૂ ની બોટલ જડપાઈ
  • બિસ્કિટ અને તમાકુ ના બોક્સ માં કરતાં હેરફેરી
  • પોલીસ ને થાપ આપવા લક્જુરિયસ કાર માં કરતાં હેરફેરી

કોણ કહે છે કે, આ વર્ષ શહેરમાં કોરોના કાળનાં કારણે પાર્ટીઓ નહીં યોજવામાં આવે. કોણ કહી રહ્યું છે કે, આ વર્ષે કોરોનાનાં કાળ અને પોલીસનું ખૂબ જ ચેકીંગ છે માટે મહાનગરોમાં 31st ની પાર્ટીઓમાં દારુની રેલમ છેલ નહીં જોવા મળે. શહેરમા જેમ પોલીસ સતર્ક છે તેવી જ રીતે શહેરના બુટલેગરોએ પણ શહેરમા એન કેન પ્રકારે દારુ ઘૂસાડવા કમર કસી છે. જો કે, મહાનગરોમાં હાલ ચાલી રહેલા કડક જાપ્તાને કારણે બુટલેગરોની કારી ફાવી રહી નથી તે આલગ વાત છે.

WhatsApp Image 2020 12 21 at 9.18.59 PM 31 મી ડિસેમ્બરની ઉજવણી માટે લાવાયેલ દારૂ ઝડપાયો

અમદાવાદમાં આવો જ કિસ્સો સામે આવ્યો છે અને પોલીસે  31 ડીસેમ્બર જ્યારે નજીક આવેલી છે, ત્યારે બુટલેગરો દારું ઘુસાડવા માટે આવા નવા નુસખા અજમાવી રહ્યા જેને લઇને ગુજરાત પોલીસ પણ સતર્ક બની હોય અધધધ દારુ પકડી પાડ્યો છે.

WhatsApp Image 2020 12 21 at 9.19.27 PM 31 મી ડિસેમ્બરની ઉજવણી માટે લાવાયેલ દારૂ ઝડપાયો

અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા પણ દારૂ ને લઈને કડકમાં કડક પગલાં ભરવા અને કોઇને છોડવા નહીનાં આદેશ અમદાવાદ પોલીસને આપી દેવામાં આવ્યા છે, જેને પગલે સોલા હાઇકોર્ટ પોલીસ ઇન્સ્પેક્ટર જે પી જાડેજાની ટીમને બાતમી મળી હતી કે, સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા વંદે માતરમ રેલ્વે ક્રોસિંગ પાસેથી વિદેશી દારૂનો જથ્થો લઈને પસાર થતી લક્જુરિયસ ગાડીમાં દારૂ છે.  બાતમીને લઈને પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ગાડી ઝડપી પાડી હતી, જેમથી પોલીસને બિસ્કિટ અને તમાકુના બોક્સમાથી વિદેશી બ્રાન્ડની દારૂ ની 147 બોટલ મળી આવી હતી. પોલીસે બે આરોપીની ધરપકડ કરી કુલ 7 લાખ 36 હજાર નો મુદ્દામાલ કબ્જે કરી વધુ કરવાહી હાથ ધરી છે..

@ રવી ભાવસાર, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…