Heat/ શિવરાત્રિની વિદાય સાથે ગુજરાતમાં ગરમીનો પ્રારંભ

શિવરાત્રિની વિદાય સાથે ઠંડીએ પણ શિવ-શિવ કરીને વિદાય લઈ લીધી છે. શિવરાત્રિના બીજા દિવસથી જ ગુજરાતીઓને ગરમીનો અહેસાસ થવા માંડ્યો છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
YouTube Thumbnail 2024 03 09T141838.818 શિવરાત્રિની વિદાય સાથે ગુજરાતમાં ગરમીનો પ્રારંભ

અમદાવાદઃ શિવરાત્રિની વિદાય સાથે ઠંડીએ પણ શિવ-શિવ કરીને વિદાય લઈ લીધી છે. શિવરાત્રિના બીજા દિવસથી જ ગુજરાતીઓને ગરમીનો અહેસાસ થવા માંડ્યો છે. રાજ્યમાં હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી દિવસોમાં તાપમાન હવે વધતુ જશે અને દિવસ વધુને વધુ ગરમ થતો જશે. તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થાય તેવી સંભાવના છે.

રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થશે. હાલ પવનની દિશા ઉત્તરથી ઉત્તર તથા પૂર્વ તરફ જોવા મળી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે તાપમાનમાં આગામી સમયમાં જળવાઈ રહે તેવી સંભાવના છે.

સરકારી કચેરી ઉપરાંત હવામાન અંગે આગાહી કરતી ખાનગી કચેરીના જણાવ્યા મુજબ દસ માર્ચ પછી ગરમીમાં વધારો થઈ શકે છે અને 11થી 29 માર્ચ સુધી અમદાવાદમાં ગરમીનો પારો 39 ડિગ્રી સુધી જઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે.

તેના પગલે 11થી 12 માર્ચના રોજ 35 ડિગ્રી, 13થી 16 માર્ચના રોજ 36 ડિગ્રી અને 17થી 31 માર્ચ સુધી 36થી 39 ડિગ્રી વચ્ચે તાપમાન જોવા મળી શકે છે. આ સંજોગોમાં બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ ખાસ કાળજી રાખવાની જરૂર છે. ગુજરાતમાં બોર્ડની પરીક્ષા પણ 11 તારીખથી શરૂ થઈ રહી છે.

IMD ના જણાવ્યાં મુજબ જમ્મુ કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં 10થી 12 માર્ચ સુધીમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થવાની આગાહી છે. આ ઉપરાંત પંજાબમાં પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. IMD એ પોતાના પૂર્વાનુમાનમાં કહ્યું છે કે 12થી 13 માર્ચના રોજ હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં 13 માર્ચના રોજ વરસાદ પડી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ