Not Set/ કર્ણાટક ડ્રામા પર રાહુલ ગાંધીએ પહેલીવાર આપી પ્રતિક્રિયા, કહ્યુ ભાજપ, સરકાર પાડવા કરી રહી છે ધનબળનો ઉપયોગ

કર્ણાટકમાં રાજનીતિક ડ્રામા પર પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પહેલીવાર નિવેદન આપ્યુ છે. રાહુલ ગાંધીએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યુ કે, ભાજપ આવા મામલામાં ધનબળનો ઉપયોગ કરતી રહી છે. તે રાજ્ય સરકારોને પાડી દેવા માટે આવુ કરે છે. અમે પહેલા પણ આવુ દેખી ચુક્યા છીએ. ભાજપ આ પહેલા ઉત્તર પૂર્વ રાજ્યોમાં આવુ કરી ચુકી છે. […]

Top Stories Gujarat
rahul gandhi amd કર્ણાટક ડ્રામા પર રાહુલ ગાંધીએ પહેલીવાર આપી પ્રતિક્રિયા, કહ્યુ ભાજપ, સરકાર પાડવા કરી રહી છે ધનબળનો ઉપયોગ

કર્ણાટકમાં રાજનીતિક ડ્રામા પર પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પહેલીવાર નિવેદન આપ્યુ છે. રાહુલ ગાંધીએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યુ કે, ભાજપ આવા મામલામાં ધનબળનો ઉપયોગ કરતી રહી છે. તે રાજ્ય સરકારોને પાડી દેવા માટે આવુ કરે છે. અમે પહેલા પણ આવુ દેખી ચુક્યા છીએ. ભાજપ આ પહેલા ઉત્તર પૂર્વ રાજ્યોમાં આવુ કરી ચુકી છે.

વળી અમદાવાદમાં એક માનહાનિનાં મામલામાં આજે રાહુલ ગાંધીને જામીન મળી ગઇ છે. જે પછી તેમણે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યુ કે, તે આ વાતથી ખુશ છે કે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે તેમને તેમની વૈચારિક લડાઈને જાળવી રાખવા અને તેને જનતા વચ્ચે લઇ જવા માટે એક મંચ પ્રદાન કર્યુ છે. રાહુલ અહી અમદાવાદ જિલ્લા સહકારી બેંકથી સંબંધિત માનહાનીનાં મામલાને લઇને પહોચ્યા હતા.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા લખ્યુ કે, ‘મારા રાજનીતિક વિરોધીઓ આરએસએસ/ભાજપ દ્વારા મારા વિરુદ્ધ દાખલ એક અન્ય કેસમાં હાજર રહેવા માટે હુ આજે અમદાવાદ આવ્યો છુ.’ તેમણે કહ્યુ કે, હુ તેમને આ મંચ પ્રદાન કરવા માટે અને આ અવસર પ્રદાન કરવા માટે ધન્યવાદ આપુ છુ, જેના કારણે હુ તેમના વિરુદ્ધ મારી વૈચારિક લડાઈને જનતાની વચ્ચે લઇ જઇ રહ્યો છુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન