વાપી,
વાપીમાં એક કોમ્પલેક્ષમાં આગ લાગી. આગ લાગતાં અફરાતફરીનો માહોલ ફેલાઇ ગયો. વાપીના છીરી રોડ પર આવેલા શગુન સ્ટેલ ઇન કોમ્પલેક્ક્ષ આવેલું છે. જ્યાં જનરેટર રાખવામાં આવ્યું હતું.

જનરેટરમાં અચાનક જ શોર્ટ સર્કિટ ફેલાતા આ આગ લાગી હતી. જોતજોતામાં જ આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને લઇને કોમ્પલેક્ષમાં કામ કરતાં કર્મચારીઓ તેમજ એક્સિસ બેંકમાં કામ કરતાં કર્મચારીઓમાં નાસભાગ ફેલાઇ ગઇ હતી.

ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા અને ફાયરની ટીમને જાણ કરી. ઘટનાની જાણ થતાં ફાયરનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને આગને કાબૂમાં લીધી હતી. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં જાનહાનિ ટળતાં લોકોએ રાહતનો દમ લીધો હતો.

તો બીજીબાજુ સોમવારે મોડી સાંજે સુરતના વેસુમાં આવેલા આગમ આર્કેડમાં આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં સાત વર્ષના બાળકનું મોત થયું હતું. મનપા દ્વારા મૃતક પરિવારને રૂ. 50,000ની સહાયની જાહેરાત કરી છે.
