Sudivya Kumar Sonu Passes Away: ઝારખંડના રાજકારણમાંથી રવિવારની સવાર દુઃખદ સમાચાર લઈને આવી છે. ગિરિડીહના ધારાસભ્ય અને હેમંત સોરેન સરકારના મંત્રી સુદિવ્ય કુમાર સોનુનું હાર્ટ એટેક બાદ નિધન થયું છે. મોડી રાત્રે અચાનક છાતીમાં દુખાવો થતાં તેમને ગિરિડીહની મર્સી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમને બચાવી શકાયા નહોતા.
સતત બીજી વખત બન્યા હતા ધારાસભ્ય
સુદિવ્ય કુમાર સોનુ ઝારખંડ મુક્તિ મોરચા એટલે કે JMMના(Sudivya Kumar Sonu) નેતા હતા. તેઓ ગિરિડીહ વિધાનસભા બેઠક પરથી 2019માં પ્રથમ વખત ચૂંટાયા હતા અને 2024માં ફરી જીત મેળવી હતી. ત્યારબાદ હેમંત સોરેન સરકારમાં તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા.

અનેક મહત્વના વિભાગોની જવાબદારી
સુદિવ્ય કુમાર સોનુ(Sudivya Kumar Sonu) સરકારમાં અનેક મહત્વપૂર્ણ વિભાગો સંભાળી રહ્યા હતા. તેમના કાર્યક્ષેત્રમાં ઉચ્ચ અને તકનીકી શિક્ષણ, શહેરી વિકાસ, આવાસ, પ્રવાસન, કલા-સંસ્કૃતિ, રમતગમત અને યુવા બાબતો જેવા વિભાગો સામેલ હતા. તેઓ મુખ્યમંત્રી હેમંત સોરેનના નજીકના અને વિશ્વાસુ સહયોગીઓમાં ગણાતા હતા.
અચાનક તબિયત બગડતાં હોસ્પિટલ લઈ જવાયા
અહેવાલો અનુસાર, શનિવારની રાત્રે તેમને છાતીમાં દુખાવો શરૂ થયો હતો. દુખાવો વધતાં પરિવારજનો તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. ડોક્ટરોએ સારવારના પ્રયાસો કર્યા, પરંતુ મોડી રાત્રે તેમનું અવસાન થયું. તેમના નિધનના સમાચાર ફેલાતાં જ ગિરિડીહ સહિત સમગ્ર ઝારખંડમાં શોકની લાગણી પ્રસરી ગઈ.
ज़िंदगी की क्षणभंगुरता…
कल तक जो साथी हमारे बीच थे, आज उनकी स्मृतियाँ ही हमारे साथ हैं। जीवन की अनिश्चितता हमें एक बार फिर गहरे दुःख और शोक में छोड़ गई है।
झारखंड मुक्ति मोर्चा के समर्पित साथी एवं झारखंड सरकार के मंत्री सुदिव्य कुमार के असामयिक निधन से पूरा झामुमो परिवार… pic.twitter.com/CqsHItNpzR
— Jharkhand Mukti Morcha (@JmmJharkhand) September 6, 2026
JMMએ વ્યક્ત કર્યો શોક
JMMએ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરીને સુદિવ્ય કુમાર સોનુને શ્રદ્ધાંજલિ આપી. પાર્ટીએ તેમના નિધનને JMM, સરકાર અને સમગ્ર ઝારખંડ માટે ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ ગણાવી છે. પક્ષે તેમના લાંબા રાજકીય સંઘર્ષ, સેવા અને યોગદાનને યાદ કરીને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પી હતી. સુદિવ્ય કુમાર સોનુના (Sudivya Kumar Sonu) અચાનક અવસાનથી ઝારખંડની રાજનીતિમાં મોટો આંચકો લાગ્યો છે અને તેમના સમર્થકો તથા પક્ષના કાર્યકરોમાં શોક વ્યાપી ગયો છે.
આ પણ વાંચો: ઝારખંડમાં પરીક્ષાની ગેરરીતિ સામે વિદ્યાર્થીઓનું આંદોલન ઉગ્ર, CMના રાજીનામાની માંગ
આ પણ વાંચો: ઝારખંડમાં વિદ્યાર્થી આંદોલન 14મા દિવસે, CJPનું સમર્થન; આજે વિદ્યાર્થીઓ સાથે કરશે મુલાકાત
આ પણ વાંચો:ઝારખંડ ભરતી કૌભાંડ વિવાદ; 6 વિદ્યાર્થીઓ ભૂખ હડતાલ પર, CID એ 19 લોકોની કરી ધરપકડ
