Jharkhand JPSC JSSC Students Protest : ઝારખંડમાં JPSC અને JSSCની(Jharkhand students protest) પરીક્ષાઓમાં કથિત ગેરરીતિ અને અનિયમિતતાના વિરોધમાં વિદ્યાર્થીઓનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. છેલ્લા 21 દિવસથી વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ હવે સરકાર સામે પોતાની લડત વધુ તેજ કરવાનો નિર્ણય લીધો છે. ‘JPSC-JSSC રિફોર્મ મંચ’ના બેનર હેઠળ એકઠા થયેલા વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમની માંગણીઓ પર સરકાર દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. આંદોલનકારીઓએ હવે મુખ્યમંત્રી હેમંત સોરેનના રાજીનામાની પણ માંગ કરી છે.
16 અને 20 ઓગસ્ટે મોટા વિરોધની જાહેરાત
વિદ્યાર્થી નેતાઓના(Jharkhand students protest) જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં આંદોલનને વધુ વ્યાપક બનાવવામાં આવશે. 16 ઓગસ્ટે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં મુખ્યમંત્રી હેમંત સોરેનના પૂતળાનું દહન કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ 20 ઓગસ્ટે સમગ્ર ઝારખંડમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રાંચી પહોંચીને મુખ્યમંત્રી આવાસનો ઘેરાવ કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આંદોલન સાથે જોડાયેલા વિદ્યાર્થીઓનું કહેવું છે કે સરકાર તેમની સમસ્યાઓને ગંભીરતાથી નહીં લે તો વિરોધ વધુ ઉગ્ર બની શકે છે.
કોંગ્રેસ અને રાહુલ ગાંધી સામે પણ નારાજગી
વિદ્યાર્થી નેતાઓએ(Jharkhand students protest) કોંગ્રેસ અને રાહુલ ગાંધીને પણ નિશાન બનાવ્યા છે. તેમનું કહેવું છે કે જો કોંગ્રેસ રાજ્ય સરકાર પર પ્રભાવ પાડી શકતી ન હોય તો તેણે સરકારમાંથી પોતાનું સમર્થન પાછું ખેંચવા અંગે વિચારવું જોઈએ. વિદ્યાર્થીઓએ રાજકીય પક્ષોને તેમના મુદ્દે સ્પષ્ટ વલણ અપનાવવાની માંગ કરી છે.
10 ઓગસ્ટે પોલીસ કાર્યવાહીનો દાવો
આંદોલનકારીઓના જણાવ્યા મુજબ, 10 ઓગસ્ટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રાંચી પહોંચ્યા હતા અને વિધાનસભા તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ હતી. વિદ્યાર્થીઓનો દાવો છે કે પોલીસે લાઠીચાર્જ ઉપરાંત ટિયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો અને કેટલાક વિદ્યાર્થીઓ(Jharkhand students protest) ઈજાગ્રસ્ત થયા હતા. હવે આ ઘટનાને પગલે વિદ્યાર્થીઓમાં રોષ વધુ વધ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં સરકાર અને વિદ્યાર્થીઓ વચ્ચે વાતચીત થાય છે કે આંદોલન વધુ ઉગ્ર બને છે, તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો: JPSC ભરતી કૌભાંડમાં મોટો ખુલાસો, ઇન્ટરવ્યૂના માર્ક્સ માટે લેવાતા હતા લાખો રૂપિયા
આ પણ વાંચો: ઝારખંડમાં વિદ્યાર્થી આંદોલન 14મા દિવસે, CJPનું સમર્થન; આજે વિદ્યાર્થીઓ સાથે કરશે મુલાકાત
આ પણ વાંચો:ઝારખંડ ભરતી કૌભાંડ વિવાદ; 6 વિદ્યાર્થીઓ ભૂખ હડતાલ પર, CID એ 19 લોકોની કરી ધરપકડ
