US Pentagon Secret Military Information Leak: ઈરાન સાથે વધતા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે અમેરિકામાં અત્યંત સંવેદનશીલ લશ્કરી માહિતી લીક થવાના અહેવાલથી ખળભળાટ મચ્યો છે. અમેરિકાના સંરક્ષણ વિભાગ એટલે કે પેન્ટાગોનમાંથી ગુપ્ત માહિતી બહાર આવવાના મામલે તપાસ તેજ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, આ ઘટનાથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(Data Leak) પણ નારાજ થયા છે.
ટોચના અધિકારીઓની પણ તપાસ
અમેરિકન મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ વર્ષે ઉનાળા દરમિયાન અમેરિકાના ગુપ્ત હથિયારોના ભંડાર અને તેમની તૈનાતી સાથે જોડાયેલી સંવેદનશીલ માહિતી બહાર આવી હતી. ત્યારબાદ સેન્ટ્રલ કમાન્ડ એટલે કે CENTCOM સહિત વિવિધ સૈન્ય કમાન્ડ સાથે જોડાયેલા ઉચ્ચ અધિકારીઓની તપાસ શરૂ કરવામાં આવી. આ તપાસ દરમિયાન કેટલાક વરિષ્ઠ સૈન્ય અધિકારીઓનો પોલીગ્રાફ અથવા લાઈ ડિટેક્ટર ટેસ્ટ પણ કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે. જોકે, અત્યાર સુધી તપાસમાં સામેલ કોઈ અધિકારીને માહિતી લીક કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી નથી.
વિદેશી જાસૂસી એજન્સીની પણ શંકા
ગુપ્ત માહિતી(Data Leak) સુધી ખૂબ મર્યાદિત અધિકારીઓની જ પહોંચ હોવાથી તપાસકર્તાઓ હવે અન્ય સંભાવનાઓ પણ ચકાસી રહ્યા છે. અહેવાલો મુજબ, કોઈ ઉચ્ચ સુરક્ષા મંજૂરી ધરાવતી વ્યક્તિ વિદેશી જાસૂસી એજન્સી માટે કામ કરતી હોવાની શક્યતા પણ તપાસ હેઠળ છે. ખાસ કરીને ઈરાન સાથેના તણાવ વચ્ચે અમેરિકાના અદ્યતન હથિયારોના ઉપયોગ અને તેમની ક્ષમતાને લગતી વિગતો બહાર આવતાં સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે.
સંરક્ષણ વિભાગે ટાસ્ક ફોર્સ બનાવી
માહિતી લીક(Data Leak) કરનાર વ્યક્તિ સુધી પહોંચવા માટે સંરક્ષણ અને ન્યાય વિભાગની સંયુક્ત ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. સંરક્ષણ વિભાગના અધિકારીઓએ આંતરિક તપાસ અંગે વિગતવાર માહિતી આપવાનો ઇનકાર કર્યો છે, પરંતુ ગુપ્ત માહિતીની સુરક્ષાને ખૂબ ગંભીરતાથી લેવામાં આવી રહી હોવાનું સ્પષ્ટ કર્યું છે.
તપાસનો વ્યાપ સામાન્ય કરતાં મોટો
સુરક્ષા પ્રોટોકોલ હેઠળ ટોપ-સિક્રેટ માહિતી સુધી પહોંચ ધરાવતા અધિકારીઓના પોલીગ્રાફ ટેસ્ટ(Data Leak) અસામાન્ય બાબત નથી. જોકે, આ વખતે તપાસનો વ્યાપ સામાન્ય કરતાં ઘણો મોટો હોવાનું જણાવાયું છે. દરેક વરિષ્ઠ અધિકારી આ તપાસના દાયરામાં નહોતો. અહેવાલ મુજબ, જોઇન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના અધ્યક્ષ જનરલ ડેન કેનનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો નહોતો. હાલ તપાસ ચાલુ છે અને માહિતી લીક પાછળ કોણ છે તે શોધવા માટે અમેરિકન એજન્સીઓ વિવિધ સ્તરે તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: ગ્રીસમાં એર શો દરમિયાન ભયાનક દુર્ઘટના; F-4 ફાઈટર જેટ તૂટી પડતા બે પાઈલટના કરૂણ મોત
આ પણ વાંચો: ઈરાનના ચીફ જસ્ટિસ જામા મસ્જિદ પહોંચ્યા: સુન્ની ઈમામની પાછળ ઊભા રહી નમાજ અદા કરી
આ પણ વાંચો:ભારતની વાત હવે યુરોપને સમજાઈ: બેલ્જિયમના PMએ કહ્યું- મોદીએ વર્ષો પહેલાં આપી હતી ચેતવણી
