Entertainment News/ ‘બિગ બોસ 20’ માં વાગશે શરણાઈ કે ખડકાશે વિવાદ? બાદશાહથી અલગ થયા બાદ પત્ની ઈશા રિખીની ગ્રાન્ડ એન્ટ્રી

‘બિગ બોસ 20’ (Bigg Boss 20) ના નવા પ્રોમોમાં રેપર બાદશાહની પૂર્વ પત્ની અને મોડેલ-એક્ટ્રેસ ઈશા રિખીની એન્ટ્રી કન્ફર્મ થઈ ગઈ છે. શોમાં તેણે પોતાના તૂટેલા લગ્નજીવન અને વિશ્વાસઘાત અંગે દર્દ વ્યક્ત કર્યું છે.

Entertainment
Bigg Boss 20 Esha Rikhi's entry

Entertainment News : બિગ બોસની આગામી 20મી સીઝન (Bigg Boss 20)ને લઈને દર્શકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. આ વખતે ટીવી સ્ક્રીન પર બોલિવૂડ અને પંજાબી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ચહેરાઓ ધમાલ મચાવવા તૈયાર છે. બોલિવૂડના ફેમસ રેપર બાદશાહ (badshah)સાથેના વિવાદાસ્પદ લગ્નજીવન અને ટૂંક સમયમાં થયેલા છૂટાછેડાના સમાચાર બાદ હવે તેમની પૂર્વ પત્ની અને અભિનય ક્ષેત્રે સક્રિય ઈશા રિખ (Isha Rikhi) શોના મંચ પર આવી પહોંચી છે, જે અંગેનો નવો પ્રોમો સામે આવતાં મોટો ધમાકો થયો છે.

Bigg Boss 20 : પ્રેમ અને વિશ્વાસઘાત અંગે કહી આ વાત

ઓટીટી પ્લેટફોર્મ જિયો હોટસ્ટાર દ્વારા જારી કરવામાં આવેલા પ્રોમો વિડીયોમાં ઈશા રિખી પોતાના ભૂતકાળના સંબંધો અને અંગત જીવનના કડવા અનુભવોને વાગોળતી વખતે અત્યંત ભાવુક થતી જોવા મળે છે. પોતાનો ચહેરો અંશતઃ ગુપ્ત રાખીને તે જણાવી રહી છે કે ફિલ્મી કરિયરની સફળતા વચ્ચે જ્યારે પ્રેમે પ્રવેશ કર્યો, ત્યારે તેની જિંદગી કઈ રીતે બદલાઈ ગઈ. ખાસ કરીને વિશ્વાસ તૂટ્યા બાદ સર્જાતી સ્થિતિ અંગે વાત કરતા તેનો અવાજ રૂંધાઈ ગયો હતો.

માત્ર 5 મહિનામાં અંત આવ્યો લગ્નજીવનનો

નોંધનીય છે કે, માર્ચ 2026 માં અત્યંત ખાનગી રીતે યોજાયેલા સમારોહમાં બાદશાહ અને ઈશાના લગ્ન થયા હતા. જોકે, આ સફર બહુ લાંબી ચાલી શકી નહીં અને ઓગસ્ટના અંતમાં બંને રસ્તા અલગ થવાની સત્તાવાર વાતો સામે આવી હતી. સોશિયલ મીડિયા પર ઈશાની રહસ્યમય પોસ્ટ અને ફોટો મોન્ટેજ બાદ બંનેના સંબંધો પૂરા થયાનું સ્પષ્ટ થઈ ગયું હતું.

જાણો કોણ છે બિગ બોસ 20ની આ ગ્લેમરસ સ્પર્ધક?

ઈશા રિખી પંજાબી સિનેમામાં જાણીતું નામ છે. ‘જટ્ટ બોયઝ પુત્ત જટ્ટાં દે’ થી પોતાની સફર શરૂ કરનાર ઈશાએ ‘અરદાસ’ અને ‘જટ્ટ એન્ડ જુલિયટ’ જેવી હિટ ફિલ્મો કરી છે. તદુપરાંત, તેણે વર્ષ 2018 માં આવેલી હિન્દી ફિલ્મ ‘નવાબઝાદે’ (Nawabzada)થી હિન્દી સિનેમામાં પણ ઝંપલાવ્યું હતું.

ક્યારે અને ક્યાં જોઈ શકાશે શો?

બિગ બોસ 20નું ભવ્ય પ્રીમિયર 6 સપ્ટેમ્બર 2026ના રોજ રાત્રે 9 વાગ્યે કલર્સ ટીવી અને જિયો હોટસ્ટાર પર ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ વખતે મેરી કોમ, અર્શિફા ખાન, આમ્રપાલી દુબે અને શોવિક ચક્રવર્તી જેવા અનેક મનોરંજન અને રમતગમત જગતના કલાકારો પણ ભાગ લઈ રહ્યા છે.


આ પણ વાંચો : વિવાદો વચ્ચે સમય રૈનાની સાવચેતી, અમદાવાદ પ્લેન ક્રેશ પરનો જોક અટકાવી બદલાવ્યો વિષય

આ પણ વાંચો :KBC 18: CRPF ડેપ્યુટી કમાન્ડન્ટ મનોજ કુમાર યાદવની બહાદુરીની કહાની સાંભળીને ચોંકી ગયા અમિતાભ બચ્ચન

આ પણ વાંચો :નેટફ્લિક્સ પર રિલીઝ થતાં જ આ ક્રાઇમ થ્રિલરે મચાવી ધમાલ, નંબર-1 પર કરી રહી છે ટ્રેન્ડ