Entertainment News : ડિજિટલ મનોરંજનના વર્તમાન યુગમાં ઓટીટી પ્લેટફોર્મ્સ (OTT platforms)સિનેપ્રેમીઓ માટે મનોરંજનનું મુખ્ય કેન્દ્ર બની ગયા છે. દર્શકોને ઘરબેઠા જ વિવિધ વિષયો અને અલગ-અલગ જોનરની ફિલ્મો જોવા મળી રહે છે. દર અઠવાડિયે અનેક પ્રોજેક્ટ્સ સ્ટ્રીમ થતા હોય છે, પરંતુ બહુ ઓછી કૃતિઓ દર્શકોના દિલ પર રાજ કરી ટ્રેન્ડિંગ ચાર્ટમાં ટોચનું સ્થાન મેળવી શકતી હોય છે.
તાજેતરમાં નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થયેલી 1 કલાક અને 56 મિનિટની એક નવી સસ્પેન્સ થ્રિલર ફિલ્મે આગમનની સાથે જ પ્લેટફોર્મ પર ધૂમ મચાવી દીધી છે. 3 સપ્ટેમ્બરે રજૂ થયેલી આ ફિલ્મે માત્ર 24 કલાકના ટૂંકા ગાળામાં જ દર્શકોને ઘેલા કરીને નંબર-1 નું સ્થાન હાસિલ કરી લીધું છે. આ ફિલ્મ બાળ તસ્કરી (Child Trafficking) જેવા સંવેદનશીલ અને ગંભીર મુદ્દા પર આધારિત છે.
OTT platforms : શું છે ફિલ્મની સસ્પાઇઝિંગ સ્ટોરીલાઇન?
ફિલ્મની કથા એક એવી લાચાર માતાની આસપાસ ફરે છે, જે ભીડભાડવાળા રેલવે સ્ટેશન પર પોતાની પુત્રીને ગુમાવી બેસે છે. એક હિંસક ઘટનામાં તે પોતાની દ્રષ્ટિ પણ ક્ષણિક સમય માટે ગુમાવી દે છે. આ ડર અને અસહ્ય દર્દ વચ્ચે પણ હિંમત ન હારીને તે બાળકોની ગેરકાયદેસર તસ્કરી કરતી એક ઝાઝી ગુપ્ત ગેંગ સામે મોરચો માંડે છે. આ નેટવર્ક જોયપુરા નામના એક રહસ્યમય અને લોકકથાઓથી ભરેલા નગરમાં સક્રિય હોય છે. પોતાની માસૂમ દીકરી અને અન્ય અપહૃત બાળકોને કાળના મુખમાંથી બચાવવા માટે તે એક રૌદ્ર અને પૌરાણિક શક્તિ સમાન અવતાર ધારણ કરીને અપહરણકારો પર તૂટી પડે છે.
કઈ છે આ સુપરહિટ ફિલ્મ અને કોણે ભજવ્યો છે મુખ્ય રોલ?
આ રોમાંચક ફિલ્મનું નામ ‘ગાંધારી’ (Gandhari)છે, જેમાં તાપસી પન્નુ (Taapsee Pannu) એ ‘બાની’ નામની સશક્ત માતાનું પાત્ર ભજવ્યું છે. ટ્રેન મુસાફરી દરમિયાન દીકરીનું અપહરણ થઈ જતાં અને એક દુર્ઘટનામાં આંખોની રોશની ગુમાવ્યા છતાં તે દીકરીની શોધમાં નીકળી પડે છે. આ દરમિયાન તેને ચાઇલ્ડ ટ્રાફિકિંગના એક મોટા આંતરરાષ્ટ્રીય કારસાની જાણ થાય છે. શું બાની આ સમગ્ર ગેંગનો પર્દાફાશ કરી શકશે? શું તે પોતાની દીકરી સહિત અન્ય માસૂમોને છોડાવી શકશે? આ તમામ પ્રશ્નોના ઉત્તર ફિલ્મમાં સસ્પેન્સ સાથે વણાયેલા છે. દેવાશિષ માખીજા દ્વારા નિર્દેશિત આ એક્શન-થ્રિલરની વાર્તા કનિકા ઢિલ્લોને લખી છે. ફિલ્મમાં તાપસી પન્નુ ઉપરાંત ઈશ્વાક સિંહ, છાયા કદમ, સ્વસ્તિકા મુખર્જી અને મીતા વશિષ્ઠે મહત્વના પાત્રો ભજવ્યા છે.
આ પણ વાંચો :‘મિર્ઝાપુર ધ મુવી’માં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ અને દિવ્યેન્દુનો સણસણતો દબદબો
આ પણ વાંચો :મિર્ઝાપુર ધ મૂવી પછી પણ વાર્તા અધૂરી! પોસ્ટ-ક્રેડિટ સીનમાં મોટો સસ્પેન્સ
આ પણ વાંચો :ક્રિસ્ટલ ડિસોઝા અને રીડા થરાનાએ રચ્યો ઇતિહાસ; સંયુક્ત રીતે જીતી ‘ધ ટ્રેટર્સ 2’ ની ટ્રોફી
